સેન્સેશનલ અંદાજ:બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર 'ચેરી' બની, રેડ બેકલેસ શિમરી ડ્રેસમાં ગ્લેમરસ લાગી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ જાહન્વીએ સો.મીડિયામાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શૅર કરી હતી. આ તસવીરોમાં જાહન્વી કપૂર રેડ શિમરી બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં જાહન્વી ઘણી જ સેન્સેશનલ લાગતી હતી.

જાહન્વીએ કહ્યું, જેરી ચેરી હતી
સો.મીડિયામાં જાહન્વીએ તસવીરો શૅર કરીને કહ્યું હતું કે જેરી ચેરી હતી. તસવીરોમાં જાહન્વી થાઈ હાઇ સ્લિટ ગાઉનમાં હતી. તેણે રેડ લિપસ્ટિક સાથે વાળ ખુલ્લા રાખ્યા છે.

જાહન્વીની અપકમિંગ ફિલ્મ્સ
જાહન્વીની અપકમિંગ ફિલ્મ 'ગુડ લક જેરી'નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર 29 જુલાઈના રોજ સ્ટ્રીમ થશે. ફિલ્મને સિદ્ધાર્થ સેનગુપ્તાએ ડિરેક્ટ કરી છે અને આનંદ એલ રાય પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ 'કોલામાવુ કોકિલા'ની હિંદી રીમેક છે. તમિળ ફિલ્મમાં નયનતારાએ લીડ રોલ પ્લે કર્યો હતો. જાહન્વી કપૂર 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં રાજકુમાર રાવ સાથે તથા 'બવાલ'માં વરુણ ધવન જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...