લગ્નના વધામણાં:બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ ડૉ. તુશાન ભીંડી સાથે ઓસ્ટ્રેલિયામાં ચર્ચ વેડિંગ કર્યાં

બ્રિસબન5 મહિનો પહેલા
  • એવલિનની માતા લગ્નમાં હાજર રહી શકી નહોતી
  • આગામી મહિનામાં એવલિન-તુશાન ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપશે

બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ ડૉ. તુશાન ભીંડી સાથે ગયા મહિને 15મી મેના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં ચર્ચ વેડિંગ કર્યાં હતાં. હાલમાં જ એવલિને લગ્નની પહેલી તસવીર શૅર કરીને લગ્નની જાહેરાત કરી હતી. એવલિને 2019માં ઓસ્ટ્રેલિયન બેઝ્ડ ડેન્ટલ સર્જન ડૉ. તુશાન ભીંડી સાથે સગાઈ કરી હતી.

લગ્ન બાદ શું કહ્યું?
એવલિન શર્માએ લગ્ન બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા તે દુનિયાની સૌથી મોટી ખુશી છે. તેઓ સાથે જીવન પસાર કરવા માટે ઘણાં જ ઉત્સુક છે. વેડિંગમાં એવલિને વ્હાઈટ વિન્ટેજ ગાઉન પહેર્યું હતું, જ્યારે તુશાને બ્લૂ સૂટ પહેર્યો હતો.

એવલિનની માતા લગ્નમાં હાજરી આપી શકી નહીં
કોવિડ 19ને કારણે એવલિન તથા તુશાનના લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. તેઓ પછીથી બિગ સેલિબ્રેશન કરશે. એવલિને કહ્યું હતું કે તેમના વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત લીગલ સેરેમનીથી થઈ હતી. તુશાને કહ્યું હતું કે તેમની સગાઈને દોઢ વર્ષ થઈ ગયું હતું. તેઓ ઘણાં સમયથી લગ્ન કરવાનું વિચારી રહ્યાં હતાં. જોકે, લૉકડાઉનને કારણે તેમના લગ્નમાં ઘણું જ મોડું થઈ રહ્યું હતું. તેઓ લગ્નની બહુ બધી ચર્ચા થાય, તેમ બિલકુલ ઈચ્છતા નહોતા. તેઓ સાદગીથી લગ્ન કરવા માગતા હતા. કમનસીબે આ લગ્નમાં એવલિનની માતા જ હાજર રહી શકી નહોતી.

એવલિન-તુશાનના લગ્નની તસવીરો

નવા ઘરમાં વ્યસ્ત છે
એવલિન તથા તુશાન હાલમાં પોતાના નવા ઘરમાં વ્યસ્ત છે. તેઓ આગામી મહિનાઓમાં પરિવાર તથા મિત્રો સાથે ગ્રાન્ડ રિસેપ્શન આપવાનું વિચારી રહ્યાં છે. ગયા વર્ષે બંનેએ પપી કોકો અડોપ્ટ કર્યો હતો.

2012માં એવલિને બોલિવૂડ ડેબ્યૂ કર્યું
2012માં ફિલ્મ 'ફ્રોમ સિડની વીથ લવ'થી એવલિને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'નૌટંકી સાલા', 'મૈં તેરા હીરો', 'હિંદી મીડિયમ', 'જબ હેરી મેટ સેજલ', 'યે જવાની હૈ દિવાની' સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું. 2019માં એવલિને પ્રભાસ તથા શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ 'સાહો'માં કામ કર્યું હતું.