તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરાને જન્મ આપ્યો:બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ, છેલ્લા બે મહિનાથી દીકરો NICUમાં એડમિટ

મુંબઈ22 દિવસ પહેલા
  • દિયા મિર્ઝાએ 14 મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ દીકરાને જન્મ આપ્યો છે. દિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે ઇમોશનલ પોસ્ટમાં કહ્યું હતું કે 14 મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. પ્રીમેચ્યોર ડિલિવરીને કારણે દીકરો છેલ્લા 2 મહિનાથી ICUમાં એડમિટ છે. ઉલ્લેખનીય છે કે દિયાએ ફેબ્રુઆરીમાં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ જ દિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી. દિયાએ પોતાના દીકરાનું નામ અવ્યાન આઝાદ રેખી રાખ્યું છે. નોંધનીય છે કે અવ્યાનનો અર્થ કોઈપણ જાતની અપૂર્ણતા નહીં એવો થાય છે. આ ઉપરાંત અવ્યાન એ ભગવાન વિષ્ણુનું એક નામ છે.

દીકરાની તસવીરો પોસ્ટ કરીને આ વાત કહી

દીકરાના જન્મની જાહેરાત કરતી દિયા મિર્ઝાની પોસ્ટ.
દીકરાના જન્મની જાહેરાત કરતી દિયા મિર્ઝાની પોસ્ટ.

દિયાએ દીકરાની આંગળીઓ પકડી હોય એ તસવીર શૅર કરી હતી. દિયાએ કહ્યું હતું કે દીકરો અવ્યાન પ્રીમેચ્યોર બેબી છે. તેનો જન્મ બે મહિના પહેલાં થયો હતો અને ત્યારથી જ તે હોસ્પિટલના NICU (નિઑનટલ ઈન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે. પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થતાં અને બેક્ટરિયલ ઇન્ફેક્શનને કારણે બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. જોકે સમયસર ડૉક્ટરની સમજણને કારણે તાત્કાલિક સી-સેક્શન કરીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. દિયા દીકરાને ઘર લાવવા માટે આતુર છે અને તેણે કહ્યું હતું કે બહેન સમાયરા તથા ગ્રાન્ડ પેરન્ટ્સ તેને રમાડવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

પતિ ને દીકરી સાથે હનિમૂન પર ગઈ હતી

સમાયરા સાથે દિયા.
સમાયરા સાથે દિયા.

લગ્નના દોઢ મહિના બાદ દિયા પતિ વૈભવ રેખી સાથે માલદિવ્સમાં હનિમૂન માટે ગઈ હતી. અહીં તે સાવકી દીકરી સમાયરાને પણ લઈને આવી હતી.

એપ્રિલમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

પ્રેગ્નન્સીની જાહેરાત કરતી દિયાની સો.મીડિયા પોસ્ટ.
પ્રેગ્નન્સીની જાહેરાત કરતી દિયાની સો.મીડિયા પોસ્ટ.

એપ્રિલ મહિનામાં દિયાએ સનસેટ બતાવતી તસવીર શૅર કરી હતી. સનસેટને જોતી દિયાએ બેબી બમ્પ પર હાથ મૂક્યો છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ દિયાએ ભાવુક મેસેજ શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું, 'ધરતીની જેમ માતા બનવાના આશીર્વાદ મળ્યા. એક જીવનની સાથે જે તમામ બાબતો તથા દરેક વસ્તુની શરૂઆત છે. હાલરડાં, ગીત, નવા છોડ તથા આશાનાં ફૂલ ખીલવાની. મારા ગર્ભમાં તમામ સપનાંથી શુદ્ધ સપનાંના પારણા કરવાના આશીર્વાદ મળ્યા.'

દિયા અને વૈભવ બંનેના બીજા લગ્ન
દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા. તો દિયાના બીજા પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા. બંનેની દીકરીનું નામ સમાયરા છે.

દિયા તથા વૈભવ લગ્નમંડપમાં.
દિયા તથા વૈભવ લગ્નમંડપમાં.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. તેણે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ થોડા મહિનાઓ પહેલાં જ પૂરું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...