તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલમાં જ બોલિવૂડ સ્ટાર વરુણ ધવને અલીબાગમાં નતાશા દલાલ સાથે લગ્ન કર્યાં હતાં. હવે આ યાદીમાં દિયા મિર્ઝાનું નામ જોડાઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં પરિવારની હાજરીમાં બીજીવાર લગ્ન કરવાની છે.
લૉકડાઉનમાં નિકટતા વધી
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, દિયા મિર્ઝા મુંબઈ સ્થિત બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરવાની છે. આ લગ્નમાં પરિવાર તથા નિકટના મિત્રો જ હાજર રહેશે. ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે, વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લૉકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી. ખરી રીતે તો દિયા પ્રેમી વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લૉકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે.
વૈભવના પણ બીજા લગ્ન
વૈભવે આ પહેલાં જાણીતી યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી પણ છે.
દિયાએ 2019માં ડિવોર્સ લીધા હતા
દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું. દિયા તથા સાહિલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘11 વર્ષ સાથે રહ્યા બાદ અમે બંનેએ રાજીખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે અમારા પરિવાર અને મિત્રોનો આભાર માનીએ છીએ કે તેમણે અમને સપોર્ટ કર્યો, અમને સમજ્યાં. ઉપરાંત મીડિયાના સભ્યોનો પણ આભાર કે તેમણે અમને સપોર્ટ કર્યો. અમે તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે તમે અમારી ભાવનાને સમજીને આ સમયે અમને એકલા રહેવા દો. અમે આ બાબતે હવે આગળ બીજી કોઈપણ વાત નહીં ઉચ્ચારીએ. આભાર, દિયા મિર્ઝા અને સાહિલ સંઘા.’
દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યારબાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ કરે છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.