તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Bollywood Actress Bhagyashree Mother Struggle Last Year Was Troublesome, Mom Had A Corona, Had Knee Surgery; There Were Diseases Like Diabetes

ભાગ્યશ્રીની માતાનો સંઘર્ષ:ગયું વર્ષ મુશ્કેલીભર્યું રહ્યું, મમ્મીને કોરોના થયો, ઘૂંટણની સર્જરી થઈ; ડાયબિટીઝ જેવી બીમારીઓ તો હતી જ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાગ્યશ્રીએ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને માતાની બીમારી અંગે વાત કરી

'મૈંને પ્યાર કિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રીએ હાલમાં સો.મીડિયામાં માતાનો એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં ભાગ્યશ્રીએ કહ્યું હતું કે તેની માતાને છેલ્લાં એક વર્ષમાં ઘણી બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો. 52 વર્ષીય ભાગ્યશ્રીએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'હું તમારી સાથે આ એટલા માટે શૅર કરું છું, જેથી તમે આમાંથી પ્રેરણા લઈ શકો.'

ગયું વર્ષ મુશ્કેલીભર્યું રહ્યું
ભાગ્યશ્રીએ કહ્યું હતું, 'ગયું વર્ષ અમારા તમામ માટે મુશ્કેલીભર્યું રહ્યું. ખાસ કરીને માતા માટે. કોવિડ 19 સામે સંઘર્ષ, ઘૂંટણની સર્જરી. ડાયબિટીઝ, હાઈપરટેન્શન, આર્થરાઈટિસ, ઓસ્ટિયોપોરસિસ તથા અન્ય બીમારીને કારણે ઘણી જ ચિંતા થઈ હતી. હાર્ટ તથા સ્પાઈન સર્જરીનો હિંમતપૂર્વક સામનો કર્યા બાદ હવે તે માનસિક રીતે વધુ સજ્જ હતી.'

વધુમાં ભાગ્યશ્રીએ કહ્યું હતું, 'મમ્મી હંમેશાં કહેતી કે 'મારામાંથી તથા મારી ભૂલોમાંથી શીખો. મેં મારી તબિયત પર ના ધ્યાન આપ્યું ના તેને પ્રાથમિકતા આપી. જોકે, તમારે હંમેશાં આ વાત અંગે સચેત રહેવું જોઈએ કે તમે શું જમી રહ્યાં છો. રોજ વર્કઆઉટ કરો. સમયસર સૂઈ જાવ અને ભૂલ્યા વગર પોતાને હાઇડ્રેડ કરો.' તેમની વાતો એકદમ સાચી છે. મારું રૂટિન આ જ રીતનું છે. આશા છે કે તમે પણ આવું કરશો. સ્વસ્થ રહો.'

યુઝર્સનું રિએક્શન
સો.મીડિયામાં ભાગ્યશ્રીના વીડિયો પર યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી છે. એક યુઝરે આ વીડિયોને પ્રેરણાદાયી ગણાવ્યો હતો. અન્ય યુઝરે ભાગ્યશ્રીની માતાના સારા સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરી હતી.

'થલાઈવી'માં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભાગ્યશ્રી 'રાધે શ્યામ' તથા 'થલાઈવી'માં જોવા મળશે. ભાગ્યશ્રીએ હિંદી ઉપરાંત કન્નડ, બંગાળી, ભોજપુરી, મરાઠી તથા બાંગ્લાદેશી ફિલ્મમાં પણ કામ કર્યું છે.