તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
90ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ આયેશા ઝુલ્કાએ 'ખિલાડી', 'જો જીતા વહી સિકંદર', 'હિમ્મતવાલા', 'વક્ત હમારા હૈ' તથા 'ચાચી 420' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. આયેશા 2010માં આવેલી ફિલ્મ 'અદા...અ વે ઓફ લાઈફ'માં જોવા મળ્યા બાદ લાંબા સમય સુધી બોલિવૂડમાં જોવા મળી નહોતી. છેલ્લે તે 2018માં ફિલ્મ 'જીનિયસ'માં જોવા મળી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આયેશાએ ફિલ્મી કરિયર તથા લગ્ન અંગે વાત કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં આયેશાએ કહ્યું હતું કે તેને તેના કરિયરમાં ઘણી જ સારી ફિલ્મ ઓફર થઈ હતી અને આ ફિલ્મ ના કરવાનો અફસોસ આજે પણ છે. ડેટ્સ ના હોવાને કારણે તેણે મણિરત્નમની ફિલ્મ 'રોઝા' ઠુકરાવી દીધી હતી. આ ઉપરાંત તેણે રામા નાયડુની ફિલ્મ 'પ્રેમ કેદી' ઓફર થઈ હતી. જોકે, ફિલ્મના ઈન્ટ્રોડક્શન સીનમાં તેને બિકીની પહેરવાની હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
બોલિવૂડથી દૂર રહેવાનો નિર્ણય યોગ્ય હતો
આયેશાએ કહ્યું હતું, 'મેં બહુ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. જ્યારે લગ્ન થયા ત્યારે નોર્મલ લાઈફ ઈચ્છતી હતી. મેં મારું જીવન એન્જોય કર્યું. લગ્ન બાદ બોલિવૂડથી દૂર રહેવાનો નિર્ણય એકદમ યોગ્ય હતો.'
વધુમાં આયેશાએ કહ્યું હતું, 'મારે બાળકો નથી, કારણ કે હું બાળકો ઈચ્છતી નથી. હું મારો સમય તથા એનર્જી અનેક કામો તથા સોશિયલ કૉઝમાં વાપરું છું. મને આનંદ છે કે મારા નિર્ણયથી મારો પરિવાર સમંત છે. મારા પતિ સમીરે પણ ક્યારેય કોઈ વાતનું દબાણ કર્યું નથી.'
જેકી શ્રોફના ટચમાં છે
આયેશાએ કહ્યું હતું કે બોલિવૂડ છોડ્યા બાદ તે જેકી શ્રોફના ટચમાં છે, કારણ તે પણ તેની જેમ સોશિયલ કૉઝમાં જોડાયેલા છે. ઉપરાંત ભાગ્યશ્રી, રવીના ટંડન તથા હેમમાલિનીના સંપર્કમાં છે. આયેશાએ કહ્યું હતું કે તે બોલિવૂડ પાર્ટીમાં જતી નથી. જો બહુ જ જરૂરી હોય તો જ તે હાજરી આપે છે. તેણે 2003માં સમીર વાશી સાથે લગ્ન કર્યા હતા. સમીર બિઝનેસમેન છે. બંને મુંબઈમાં જ રહે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.