તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોખ બડી ચીજ હૈ:અનુષ્કા શર્માની સેલ્ફી વાઇરલ, રોલેક્સ ઘડિયાળની કિંમત જાણીને ચાહકોને નવાઈ લાગી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનુષ્કા શર્મા હાલમાં દીકરી તથા પતિ સાથે લંડનમાં છે.

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દીકરી વામિકા તથા પતિ વિરાટ સાથે ઇંગ્લેન્ડમાં છે. ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે અહીંયા રોકાયો છે. આવતા મહિનેથી ટીમ ઇન્ડિયા તથા ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. અનુષ્કાએ હાલમાં જ એક સેલ્ફી શૅર કરી હતી. આ સેલ્ફીમાં અનુષ્કાના હાથમાં રોલેક્સની ઘડિયાળ જોવા મળે છે. આ ઘડિયાળ જોઈને ચાહકોને નવાઈ લાગી છે.

ગોલ્ડ રોલેક્સની ઘડિયાળ
સેલ્ફીમાં અનુષ્કા શર્મા પોતાના ન્યૂ હેરકેટ ફ્લોન્ટ કરે છે. આ સાથે જ સેલ્ફીમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત અનુષ્કાના હાથમાં રહેલી ઘડિયાળ છે. અનુષ્કાએ હાથમાં ગોલ્ડ રોલેક્સ ઘડિયાળ પહેરી છે. આ ઘડિયાળની કિંમત $65,879 છે. ભારતીય ચલણ પ્રમાણે આ ઘડિયાળની કિંમત અંદાજે 49,10,733 રૂપિયા છે.

ક્રિકેટર એબી ડિવિલિયર્સની પત્નીએ વામિકાની તસવીર શૅર કરી?
હાલમાં સો.મીડિયામાં અનુષ્કા-વિરાટની દીકરી વામિકાની એક તસવીર વાઇરલ થઈ છે. આ તસવીર ક્રિકેટર એબી ડિવિલિયર્સની પત્ની ડેનિયલે 20 મેના રોજ સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં ડેનિયલની દીકરી યેન્ટેની સાથે બીજી બેબી ગર્લ જોવા મળે છે.

ડેનિયલે તસવીર શૅર કરીને કેપ્શનમાં લખ્યું હતું, પોતાની પહેલી ફ્રેન્ડને મળીને મસ્તી કરે છે. આ તસવીરમાં બંનેમાંથી કોઈ પણ બાળકીનો ચહેરો દેખાતો નથી. બંનેએ એક જેવા જ કપડાં પહેર્યાં છે. આ તસવીરને અનુષ્કા શર્માએ લાઇક પણ કરી હતી અને કમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી. આથી જ ચાહકો માને છે કે આ તસવીરમાં વામિકા છે.

હાલમાં જ વામિકા છ મહિનાની થઈ
11 જુલાઈના રોજ અનુષ્કા શર્માએ દીકરી છ મહિનાની થતાં સેલિબ્રેશન કર્યું હતું. અનુષ્કા તથા વિરાટે સિમ્પલ રીતે ઉજવણી કરી હતી. અનુષ્કા તથા વિરાટ પાર્કમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં અનુષ્કાના ખોળામાં દીકરી છે તો બીજી તસવીરમાં વિરાટે વામિકાને તેડી હોય છે.

વામિકાએ પિંક તથા પીચ રંગનું ફ્રોક તથા પિંક શૂઝ પહેર્યા હોય છે. અનુષ્કા તથા વિરાટે કેક કટિંગ પણ કર્યું હતું. અનુષ્કાએ સો.મીડિયામાં બર્થડે સેલિબ્રેશનની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'તેનું હાસ્ય આખી દુનિયા બદલી શકે છે. આશા છે કે તે અમારી પાસે જે પ્રેમની અપેક્ષા રાખે છે, અમે તેના પ્રેમ પર ખરા ઊતરી શકીએ. અમને ત્રણેયને હેપ્પી છ મહિના.'