અનુષ્કા-વિરાટ લાડલી સાથે વૃંદાવન પહોંચ્યાં:આશ્રમમાં હાથ જોડીને માથું નમાવતાં જોવા મળ્યાં, વામિકાની ક્યૂટ મસ્તીએ ચાહકોનાં દિલ જીત્યાં

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી હાલમાં વૃંદાવન આવ્યાં હતાં. બંને હાલમાં જ દીકરી સાથે 'બાબા નીમ કરોલી' આશ્રમમાં ગયાં હતાં. બંનેએ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાતનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં અનુષ્કા-વિરાટ દીકરી વામિકા સાથે બાબાનાં દર્શન કરે છે અને હાથ જોડીને બાબાના આશીર્વાદ લે છે. અનુષ્કા વ્હાઇટ ડ્રેસ, બ્લેક જેકેટ, વ્હાઇટ કેપ તથા ફ્લોરલ સ્કાર્ફમાં હતી, તો વિરાટ ઓલિવ ગ્રીન જેકેટ, બ્લેક કેપ તથા ટ્રાઉઝર પહેર્યું હતું. વામિકા મમ્મી અનુષ્કાના ખોળામાં બેઠી હતી અને આશ્રમના સંત અનુષ્કાને ચૂંદડી ઓઢાડે છે અને વામિકાને માળા પહેરાવે છે.

વામિકાની ક્યૂટ મસ્તી કેમેરામાં કેદ થઈ
વ્હાઇટ ડ્રેસમાં વામિકા ઘણી જ સુંદર લાગતી હતી. વામિકાનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. અનુષ્કાના ખોળામાં બેઠેલી વામિકા આમતેમ જોતી હોય છે અને જ્યારે તેની મમ્મીને ચૂંદડી ઓઢાડવામાં આવે ત્યારે તે તરત જ તેની મમ્મી સામે ક્યૂટ રીતે જોતી હોય છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે વિરાટ તથા અનુષ્કા કેલી કુંજમાં આવ્યા હતા અને સત્સંગમાં ભાગ લીધો. અન્ય એકે કહ્યું હતું કે ભગવાન આ પરિવારને આશીર્વાદ આપે. વામિકા ઘણી જ ક્યૂટ છે. નોંધનીય છે કે અનુષ્કા-વિરાટ દીકરીની લઈને બે દિવસ માટે વૃંદાવન આવ્યા હતા. 5 જાન્યુઆરીની સાંજે ચાર વાગે વૃંદાવનના પવન હંસ હેલિપેડથી પ્રાઇવેટ હેલિકોપ્ટરથી દિલ્હી રવાના થયાં હતાં.

અનુષ્કા-વિરાટે ધાબળા વહેંચ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનુષ્કા-વિરાટે વૃંદાવનમાં ધાબળા વહેંચ્યા હતા. બંનેએ આશ્રમમાં અંદાજે એક કલાક સુધી ધ્યાન ધર્યું હતું. બંને બાબા નીમ કરોલીમાં ઘણી જ આસ્થા ધરાવે છે.

આશ્રમમાં વિરાટ-અનુષ્કા.
આશ્રમમાં વિરાટ-અનુષ્કા.
વિરાટે ચાહકોને બેટ પર ઓટોગ્રાફ આપ્યા હતા.
વિરાટે ચાહકોને બેટ પર ઓટોગ્રાફ આપ્યા હતા.

વિરાટ-અનુષ્કા આશ્રમમાં હતાં ત્યાં સુધી મીડિયાને એન્ટ્રી નહોતી
જ્યાં સુધી વિરાટ-અનુષ્કા આશ્રમમાં હતાં ત્યાં સુધી મીડિયાને આશ્રમની અંદર જવા દેવામાં આવ્યું નહોતું. વિરાટ-અનુષ્કા અહીં આવ્યાં એ પહેલાં ફાઇવસ્ટાર હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા.

નવેમ્બરમાં જ્યારે વિરાટ આવ્યો ત્યારે ચાહકો સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.
નવેમ્બરમાં જ્યારે વિરાટ આવ્યો ત્યારે ચાહકો સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.

નવેમ્બરમાં પણ ઉત્તરાખંડ આવ્યાં હતાં
વિરાટ-અનુષ્કા દીકરી સાથે નવેમ્બર, 2022માં નૈનીતાલ, ઉત્તરાખંડ આવ્યાં હતાં. બંનેએ ઉત્તરાખંડનાં લોકપ્રિય મંદિરોના દર્શન કર્યાં હતાં. આ દરમિયાન બંનેએ કેચી ધામ મંદિરની યાત્રા કરી હતી. પછી બાબા નીમ કરોલીના આશ્રમનાં પણ દર્શન કર્યાં હતાં.

વિરાટ તથા અનુષ્કાએ દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. વામિકા 11 જાન્યુઆરીના રોજ બે વર્ષની થશે.

અન્ય સમાચારો પણ છે...