લાડલી પાપાને ચિઅર કરશે:અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અમદાવાદ આવી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જશે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અમદાવાદ આવી છે. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ચિઅર કરશે. અનુષ્કાએ 11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો હતો.

અનુષ્કા શર્મા દીકરી સાથે અમદાવાદમાં

ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સો.મીડિયામાં અનુષ્કા શર્મા અમદાવાદ આવી હોવાની વાત શૅર કરી હતી
ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સો.મીડિયામાં અનુષ્કા શર્મા અમદાવાદ આવી હોવાની વાત શૅર કરી હતી

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી હજી માંડ મહિનાની થઈ છે. તેણે પિતા સાથે ટૂર કરવાની શરૂઆત કરી દીધી છે. વામિકા હાલ અમદાવાદમાં છે. વિરાટ કોહલી તથા ઈન્ડિયન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી રહ્યાં છે. માનવામાં આવે છે કે અનુષ્કા શર્મા આજે 24 ફેબ્રુઆરીએ સવારે અમદાવાદ આવી હતી.

દીકરીની તસવીર શૅર કરી નામ જાહેર કર્યું હતું

વામિકાનો અર્થ માતા દુર્ગા એવો થાય છે
વામિકાનો અર્થ માતા દુર્ગા એવો થાય છે

શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.'

અનુષ્કાએ ડિલિવરી બાદ પહેલી સેલ્ફી શૅર કરી હતી

ડિલિવરી બાદ અનુષ્કાની ફિટનેસ જોઈ તમામને આશ્ચર્ય થયું હતું
ડિલિવરી બાદ અનુષ્કાની ફિટનેસ જોઈ તમામને આશ્ચર્ય થયું હતું

અનુષ્કા શર્માએ મિરર સેલ્ફી શૅર કરી હતી. તેના ખભા પર બર્પ ક્લોથ (લાળિયું) હતું. તસવીર શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું, 'મારી હાલની ફેવરિટ એક્સેસરી બર્પ ક્લોથ.' તસવીરમાં અનુષ્કાની બૉડી જોઈને ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા હતાં. અનેક ચાહકોએ સવાલ કર્યો હતો કે શું અનુષ્કા ક્યારેય પ્રેગ્નન્ટ પણ હતી ખરાં?

વિરાટે હાલમાં જ દીકરી અંગે આ વાત કહી હતી
કોહલીએ કહ્યું હતું, 'એક ક્રિકેટર તરીકે મારા માટે નવી પરિસ્થિતિમાં એડજસ્ટ થવું સરળ થઈ ગયું છે. કોચ રવિ શાસ્ત્રી આ વાત બહુ સારી રીતે જાણે છે. મારા માટે ડાયપર કેવી રીતે બદલવા તે શીખવું અઘરું નહોતું કારણકે હું શીખવા માટે ઉત્સુક હતો. હું એમ નથી કહેતો કે હું ડાયપર બદલવામાં એક્સપર્ટ થઈ ગયો છું પરંતુ હું હવે ચોક્કસપણે બહુ કમ્ફર્ટેબલ થઈ ગયો.'

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો
32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યાં હતાં અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી.

અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપ્યું
અનુષ્કા તથા વિરાટે ગિફ્ટમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો છે. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં છે. પત્રમાં વિરાટ તથા અનુષ્કાએ ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ દીકરીની તસવીર ક્લિક ના કરે અને તેને લગતું કોઈ કન્ટેન્ટ બનાવે નહીં.