કેન્સરમાંથી સાજા થઈ રહ્યાં છે:સો.મીડિયામાં લાઇવ દીકરા સિકંદરે 68 વર્ષીય કિરણ ખેરની ઝલક બતાવી, એક્ટ્રેસ વીક જોવા મળ્યાં

મુંબઈએક વર્ષ પહેલા
  • ગયા મહિને કિરણ ખેરે કેન્સરની સર્જરી કરાવી હતી, જે ત્રણ કલાક ચાલી હતી
  • ગયા વર્ષે કેન્સર હોવાનું નિદાન થયું હતું

કેન્સરની ચર્ચા વચ્ચે એક્ટ્રેસ તથા ચંદીગઢના ભાજપ સાંસદ કિરણ ખેરની ઝલક હાલમાં જ દીકરાના સો.મીડિયા લાઇવ દરમિયાન જોવા મળી હતી. આ દરમિયાન કિરણ ખેર ઘરના કાઉચ પર બેઠાં હતાં. તેમના હાથ પર પટ્ટી બાંધેલી હતી અને તે પહેલાં કરતાં ઘણાં જ વીક લાગતાં હતાં. જોકે, તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને શુભેચ્છા માટે ચાહકોનો આભાર માન્યો હતો.

સિકંદરે શું કહ્યું?
વીડિયો કેપ્શનમાં સિકંદરે કહ્યું હતું, ખેર સાબ તથા કિરણ મેમ. પરિવાર તથા મારા તરફથી. તમે મારી મમ્મીને મોકલેલા પ્રેમ માટે આભાર.'

વીડિયોમાં શું જોવા મળ્યું?
સિકંદરે વીડિયોમાં કહ્યું હતું, 'હું મારા પેરેન્ટ્સ સાથે બેઠો છું અને તમે મિસિસ ખેરના પગ જોઈ શકો છો.' ત્યારબાદ કિરણ પગ હલાવીને ચાહકોને હેલ્લો કહે છે. સિકંદર માતાની તબિયત અંગે પૂછપરછ કરનાર ચાહકોનો આભાર માને છે. તે કહે છે કે હવે બધું ઠીક છે. પછી સિકંદર કાઉચ પર બેઠેલી કિરણનો ચહેરો બતાવે છે. તે પોતાના ચાહકોનો આભાર માને છે. આ સાથે જ તે સિકંદરને કહે છે કે તે થોડાં મહિનામાં 41નો થઈ જશે અને તેથી જ તેણે હવે લગ્ન કરી લેવા જોઈએ. વીડિયોમાં અનુપમ ખેર પણ જોવા મળે છે.

બોન મોરોનું ઓપરેશન કરવામાં આવ્યું
નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કિરણ ખેર 25 મેના રોજ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. 27 મેના રોજ સવારે સાડા સાત વાગે સર્જરી થઈ હતી, જે ત્રણ કલાક સુધી ચાલી હતી. આ સર્જરીમાં બોન મેરોમાંથી કેન્સરસ બોન કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ થોડીવાર સુધી ઓપરેશન થિયેટરમાં રહેશે અને પછી તેમને નોર્મલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવશે. હોસ્પિટલમાં અનુપમ ખેર હાજર છે. ઉલ્લેખનીય છે કે મલ્ટીમલ માયલોમા બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. આ બીમારીમાં લોહીમાં વ્હાઈટ બ્લડ સેલ્સમાં કેન્સર પ્લાઝ્મા સેલ બોન મેરોમાં જમા થવા લાગે છે અને તંદુરસ્ત સેલ્સને અસર કરે છે.

અનુપમ ખેરે કહ્યું હતું, પત્નીની તબિયત સારી છે
હાલમાં જ અનુપમ ખેરે પત્નીની તબિયત અંગે કહ્યું હતું, 'કિરણની કેન્સરની જંગ મુશ્કેલ છે, પરંતુ તેની હાલત સારી છે. હોલિવૂડ એક્ટર રોબર્ટ ડી નીરોએ પણ પત્નીની તબિયત અંગે પૂછ્યું હતું. આ પરિસ્થિતિમાં તે બહુ બહાર જઈ શકે તેમ નથી અને મિત્રોને મળી શકે તેમ નથી. જોકે, સારી વાત એ છે કે તે રિકવરી મોડ પર છે. તે હકારાત્મક રીતે વિચારે છે. જોકે, કિમોથેરપીની અસર તેમની પર વિવિધ રીતે થાય છે. અમે અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ અને તે પણ પ્રયાસ કરે છે. આટલી મુશ્કેલ સારવાર માટે મનની સ્થિતિને સ્ટ્રોંગ બનાવવી પડે છે.'

માર્ચમાં કેન્સર હોવાની વાત સામે આવી હતી
બુધવાર, 31 માર્ચના રોજ ચંદીગઢમાં અરુણ સૂદે સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે 68 વર્ષીય કિરણ ખેરની બીમારી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી તેઓ મુંબઈમાં કેન્સરની સારવાર કરાવે છે.

નવેમ્બરમાં ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું
અરુણ સૂદે કહ્યું હતું, 'ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમને ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવામાં આવ્યાં હતાં. અહીં તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કેન્સર ડાબા હાથથી લઈ જમણા ખભા સુધી પ્રસરી ગયું છે. તેઓ ચાર ડિસેમ્બરના રોજ મુંબઈ ગયાં હતાં.'