તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્થડે:અમૃતા સિંહે પરિવારને કહ્યાં વગર 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે ગુપચુપ લગ્ન કર્યાં હતાં, 13 વર્ષ બાદ ડિવોર્સ

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા સિંહ આજે એટલે કે નવ ફેબ્રુઆરીના રોજ 63 વર્ષની થઈ છે. અમૃતાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, 13 વર્ષ બાદ બંનેના ડિવોર્સ થયા હતા. એક સમય હતો જ્યારે સૈફને અમૃતા ઘણી જ પસંદ હતી. બંનેની પહેલી ડેટનો કિસ્સો ઘણો જ રસપ્રદ છે.

જ્યારે સૈફે અમૃતાને બહાર ડિનર માટે જવાનું કહ્યું તો એક્ટ્રેસે એમ કહીને ના પાડી દીધી હતી કે તેને બહાર જવું પસંદ નથી. જોકે, અમૃતાએ સૈફને પોતાના જ ઘરે ડિનર માટે બોલાવ્યો હતો. સૈફના મતે, તે બે દિવસ સુધી અમૃતાના ઘરે જ રોકાયો હતો.

અમૃતાને મેકઅપ વગર જોઈને સૈફને નવાઈ લાગી
સિમી ગરેવાલના ચેટ શોમાં સૈફ તથા અમૃતાએ પોતાની પહેલી ડેટ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું, 'જ્યારે હું અમૃતાના ઘરે ગયો ત્યારે તે પોતાનો મેકઅપ રીમૂવ કરતી હતી. તેને મેકઅપ વગર જોઈને મને નવાઈ લાગી હતી.'

પહેલી મુલાકાત ક્યારે થઈ?
સૈફ તથા અમૃતાની પહેલી મુલાકાત ફિલ્મ 'યે દિલ્લગી'ના સેટ પર થઈ હતી. બંને ફોટોશૂટ માટે મળ્યા હતા. અમૃતાના મતે ફોટોશૂટ દરમિયાન જ્યારે સૈફે તેના ખભા પર હાથ મૂક્યો તો તેણે સૈફ સામે આંખો કાઢી હતી, કારણ કે તે સમયે સૈફ બોલિવૂડમાં એકદમ નવો હતો અને તે ઘણી જ સીનિયર એક્ટ્રેસ હતી.

સિક્રેટ વેડિંગ કર્યાં
ત્રણ મહિના સુધી ડેટિંગ કર્યા બાદ 1991માં સૈફ તથા અમૃતાએ સિક્રેટ વેડિંગ કર્યા હતા, કારણ કે બંને પોતાના પરિવારના રિએક્શનથી ડરતાં હતાં. તેમને ડર હતો કે તેમની ઉંમરમાં વધારે અંતર છે. અમૃતા, સૈફ કરતાં 12 વર્ષ મોટી છે. બંનેના મતે, લગ્નના 2 દિવસ પહેલાં જ તેમણે નક્કી કર્યું હતું કે હવે તેઓ જીવનભર સાથે રહેશે.

13 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો
13 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યાં બાદ 2004માં સૈફ તથા અમૃતા અલગ થઈ ગયા હતા. સૈફ તથા અમૃતાને સારા તથા ઈબ્રાહિમ એમ બં સંતાનો છે. અમૃતાથી અલગ થયા બાદ સૈફે સ્વિસ મોડલ રોઝાને ડેટ કરી હતી. જોકે, આ સંબંધ લાંબો ચાલ્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. 2007માં ફિલ્મ 'ટશન'ના સેટ પર સૈફ તથા કરીનાની મુલાકાત થઈ હતી. બંનેએ પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. અંતે બંનેએ 16 ઓક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યાં હતાં. તેમને ચાર વર્ષનો દીકરો તૈમુર છે. કરીના આ મહિને બીજા સંતાનને જન્મ આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો