હેરાનગતિ:પ્રોડ્યૂસરે બોલિવૂડ એક્ટ્રેસ અલંકૃતા સાથે અશ્લીલ વાતો કરી, એક્ટ્રેસે ફિલ્મ છોડી દીધી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલંકૃતા 'ફફડજી' ફિલ્મથી પંજાબી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાની હતી

બોલિવૂડ એક્ટ્રેસ અલંકૃતા સહાયે હાલમાં જ પોતાની કરિયરમાં ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો હતો. એક ફિલ્મ પ્રોડ્યૂસરે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો અને તેની પર ભદ્દી ટિપ્પણી કરી હતી. અલંકૃતા સહાય એક પંજાબી ફિલ્મમાં કામ કરતી હતી. આ ફિલ્મથી તે પંજાબી સિનેમામાં ડેબ્યૂ કરવાની હતી. આ પંજાબી ફિલ્મ 'ફફડજી' હતી. જોકે, ખરાબ પરિસ્થિતિને કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.

આ પહેલાં ક્યારેય આવો અનુભવ થયો નથી
પ્રોડ્યૂસરે કરેલા ખરાબ વ્યવહાર પર અલંકૃતાએ હિંદુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'બાકીની ટીમ સારી હતી, પરંતુ પ્રોડ્યૂસર્સમાંથી એક પ્રોડ્યૂસર અનપ્રોફેશનલ તથા અનૈતિક હતો. હું પંજાબમાં મારી પહેલી ફિલ્મ કરતી નથી. અત્યાર સુધી મેં અનેક પ્રોડ્યૂસર તથા લોકો સાથે કામ કર્યું છે. તમામ ઘણાં જ સારા છે. જોકે, આવો અનુભવ આ પહેલાં મને ક્યારેય થયો નથી.'

પ્રોડ્યૂસરે સીમા પાર કરી
27 વર્ષીય અલંકૃતા સહાયે કહ્યું હતું કે આ બધું પ્રોફેશનલ મતભેદની સાથે શરૂ થયું અને પછી એક પોઈન્ટ પર તેને લાગ્યું કે હવે તે પ્રોડ્યૂસર સાથે કામ કરી શકશે નહીં, કારણ કે તેમણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'કોઈએ પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. જો તમે મારા વિશે ભદ્દી તથા અનુચિત વાતો કરો તો હું કેમ સહન કરું. એક મહિલા હોવાને નાતે મારું સ્વાભિમાન મારા માટે સર્વસ્વ છે. હું તેની રક્ષા કરવા માટે કંઈ પણ કરીશ. તે વ્યક્તિ ઘણો જ ખરાબ અને નૈતિક રીતે કઠોર પણ હતો.'

જીવનને દુઃખી બનાવી દીધું
અલંકૃતાએ આગળ કહ્યું હતું, 'કોઈ પણ તેમની પાસે રહેલાં પૈસા તથા શક્તિનો દુરુપયોગ કરી શકે નહીં અને પોતાની મર્યાદા તોડી શકે નહીં. તેણે મારા જીવનને ઘણું જ દુઃખી બનાવી દીધું હતું. આ એક પ્રકારનું શોષણ હતું. મારે નક્કર પગલું ભરવું જ પડ્યું.'

જ્યારે અલંકૃતા સહાયને પૂછવામાં આવ્યું કે તે આ અંગે પોલીસ ફરિયાદ કરશે તો તેણે કહ્યું હતું કે તેની મુલાકાત પ્રોડ્યૂસર સાથે થઈ નહોતી. આ બધું જ મેસેજ પર થયું હતું. તે વિચિત્ર મેસેજ હતા. તેણે ફોન કોલ્સ પર તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. તે નહોતી ઈચ્છતી કે #MeTooનો કેસ બને. અલંકૃતાને આશા છે કે ફિલ્મ છોડ્યા બાદ પ્રોડ્યૂસરે કંઈક બોધપાઠ લીધો હશે અને તે ભવિષ્યમાં કોઈની સાથે આવું કરશે નહીં.

ઉલ્લેખનીય છે કે અલંકૃતા બોલિવૂડમાં ન્યૂકમર છે. તેણે પોતાની કરિયરની શરૂઆત વિકી કૌશલની સાથે ફિલ્મ 'લવ પર સ્કાયર ફીટ'થી કરી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ 2018માં આવી હતી. આ પહેલાં તેણે અનેક મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ અલંકૃતા 'નમસ્તે ઇંગ્લેન્ડ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર તથા શ્રદ્ધા કપૂર હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી.