ક્રાઇમ:બોલિવૂડ એક્ટ્રેસ અલંકૃતા સહાયને ઘરના બાથરૂમમાં પૂરીને ચોરોએ 6.5 લાખની લૂંટ ચલાવી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરોએ અલંકૃતા પાસે ATM કાર્ડ લઈ લીધું હતું.
  • અલંકૃતાના ભાડાના ઘરમાં ત્રણ બદમાશો માસ્ક પહેરીને ચાકૂ લઈને આવ્યા હતા.

બોલિવૂડ એક્ટ્રેસ તથા ઇન્ટિરિયર ડિઝાઇનર અલંકૃતા સહાયની સાથે હાલમાં જ એક ભયાનક ઘટના બની હતી. એક્ટ્રેસની સાથે ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. ફિલ્મ એક્ટ્રેસ અલંકૃતાના ઘરમાં ત્રણ ચોરો ઘૂસી આવ્યા હતા. ચાકૂ બતાવીને સાડા છ લાખ રૂપિયાની ચોરી કરી હતી. ચોરોએ એક્ટ્રેસને બંધક બનાવી હતી અને પછી બે કલાક સુધી ઘરમાં રહ્યા હતા. ચોરી કર્યા બાદ બાલકનીમાંથી ભાગી ગયા હતા.

ઘરના બાથરૂમમાં બંધ હતી
મંગળવાર, 7 સપ્ટેમ્બરના રોજ 12 વાગે ચંદીગઢના સેક્ટર 27 સ્થિત એક બંગલામાં ચોરીની ઘટના બની હતી. આ ઘરમાં એક્ટ્રેસ અલંકૃતા રહે છે, તે વાત પછી બહાર આવી હતી. ચોરોએ અલંકૃતાને બાથરૂમમાં બંધ કરી દીધી હતી. આ દરમિયાન ચોરોએ ATM (ઓટોમેટેડ ટેલર મશીન) કાર્ડ તથા PIN (પર્સનલ આઇડેન્ડિફિકેશન નંબર) પણ માગી લીધો હતો. બદમાશોએ કાર્ડમાંથી 50 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસે ચોરોને પકડવાની તજવીજ શરૂ કરી દીધી છે. જોકે, અલંકૃતા ઘણી જ ડરી ગઈ હતી.

અલંકૃતા મિસ ઇન્ડિયા અર્થ રહી ચૂકી છે
2014માં એક્ટ્રેસ અલંકૃતા મિસ ઇન્ડિયા અર્થની સ્પર્ધા જીતી ચૂકી છે. અલંકૃતા ચંદીગઢના સેક્ટર 27માં એક લેફ્ટનન્ટ કર્નલના બંગલામાં બીજા માળે રહેતી હતી. તે ભાડુઆત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અંદાજે સાડા બાર વાગે તેના રૂમમાં માસ્ક પહેરીને ત્રણ યુવકો આવ્યા હતા. ત્રણેયના હાથમાં ચાકૂ હતું. યુવકોએ ચાકૂ બતાવીને ધમકાવવાની શરૂઆત કરી હતી. ઘટનાને અંજામ આપીને ત્રણેય ભાગી ગયા હતા.

સાડા છ લાખ રૂપિયા રોકડ લીધી
ચોરોએ અલંકૃતાને બાથરૂમમાં બંધ કરીને ઘરમાંથી છ લાખ રૂપિયાની રોકડ લીધી હતી. આ ઉપરાંત ATMમાંથી 50 હજાર રૂપિયા લાધા હતા. અલંકૃતા મૂળ દિલ્હીની છે. એક મહિના પહેલાં જ તે ચંદીગઢમાં શિફ્ટ થઈ છે. પંજાબી મ્યૂઝિક વીડિયો અંગેના કામ હોવાથી તે ચંદીગઢ આવી હતી. બંગલામાં લગાવેલા CCTV (ક્લોઝ સર્કિટ ટેલિવિઝન) ફુટેજ પરથી પોલીસ તપાસ કરી રહી છે.

મિસ અર્થ પેજેન્ટમાં 7 અવોર્ડ જીત્યા
અલંકૃતા સહાયે ફિલિપાઇન્સમાં યોજાયેલ મિસ અર્થ પેજેન્ટમાં સાત અવોર્ડ જીત્યા હતા. અલંકૃતાએ 2018માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'લવ પર સ્કેવર ફૂટ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ જ વર્ષે તે વિપુલ શાહની ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...