સેલેબ લાઇફ:મૌની રોય બાદ હવે જાન્હવી કપૂર ઉપ્સ મોમેન્ટનો શિકાર બની, શર્ટનું બટન ખુલી ગયું

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાન્હવી કપૂર જિમ બહાર સ્પોટ થઈ હતી

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર ફિટનેસ ફ્રીક છે. તે નિયમિત રીતે જિમ જતી હોય છે. હાલમાં જ જાન્હવી કપૂર જિમની બહાર જોવા મળી હતી. આ દરમિયાન જાન્હવી કપૂર વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી.

કારમાં બેસતી વખતે શર્ટનું બટન ખુલ્યું
જાન્હવી કપૂર જિમમાંથી બહાર આવીને કારમાં બેસતી હતી. આ સમયે જાન્હવીના શર્ટનું બટન ખુલી ગયું હતું. જાન્હવીને ખ્યાલ જ નહોતો કે તે વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની છે. સો.મીડિયામાં આ ઉપ્સ મોમેન્ટની તસવીરો વાઇરલ થઈ છે.

સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી
સો.મીડિયામાં તસવીરો વાઇરલ થતાં યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'શર્ટનું બટન ખુલ્લું છે.' અન્ય એકે કહ્યું હતું, 'કોઈએ કહી તો દેવું હતું કે બટન ખુલી ગયું છે.'

જાન્હવી નિયમિત રીતે જિમમાં જતી હોય છે. જાન્હવી વ્હાઇટ શર્ટ તથા ગ્રે બ્લેક સ્ટ્રિપ પેન્ટ પહેર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક્ટ્રેસ મૌની રોય વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી.

હાલમાં પૂર્વ બોયફ્રેન્ડે જાન્હવીને કિસ કરી હતી
જાહન્વી કપૂરે હાલમાં જ પોતાના પૂર્વ પ્રેમી અક્ષત રાજન તથા બહેન ખુશી કપૂર સાથે પાર્ટી કરી હતી. જાહન્વીએ પાર્ટીની તસવીરો-વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો, આમાંથી જ એક વીડિયોમાં અક્ષત, જાહન્વીને ગાલ પર કિસ કરતો હોય તેમ જોવા મળે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જાન્હવી છેલ્લે રાજકુમાર રાવ તથા વરુણ શર્મા સાથે ફિલ્મ 'રુહી'માં જોવા મળી હતી. હવે તે 'ગુડ લક જેરી'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'દોસ્તાના 2'માં પણ જોવા મળશે. જાન્હવીની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડ ડેબ્યૂની તૈયારીમાં છે. ખુશી કપૂર સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ જોવા મળે છે.

થોડાં મહિના પહેલાં કારમાં બેસતા સમયે મૌનીનું વોર્ડરોબ માલફંક્શન થયું
મૌની રોય ટી સિરીઝ ઓફિસની બહાર હતી. તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. જોકે, તે પોતાના હોલ્ટર મેક્સી ડ્રેસમાં સહેજ પણ કમ્ફર્ટેબલ નહોતી. તે વારંવાર પોતનો ડ્રેસ હાથથી ખેંચતી હતી. વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે મૌની રોય દોડીને કારમાં બેસે છે. આ સમયે તેના કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે.