તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:છેડતીના આક્ષેપોને કારણે વિજય રાઝ ફિલ્મમાંથી બહાર, કહ્યું- આ પીડાદાયક છે, પરિવાર તથા જાતને રોજ મરતાં જોવી દુઃખદાયી

મુંબઈ5 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

એક્ટર વિજય રાઝ હાલમાં વિવાદોમાં છે. 'શેરની'ના શૂટિંગ દરમિયાન વિજય રાઝ પર આસિસ્ટન્ટ ડિરેક્ટરે છેડતીનો આક્ષેપ મૂક્યો હતો. ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના બાલાઘાટમાં થતું હતું. છેડતીના આક્ષેપો બાદ વિજય રાઝને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. વિજય હાલમાં મુંબઈમાં છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વિજયે કહ્યું હતું કે આ ઘણું જ દુઃખદાયી છે. પોતાની આંખોની સામે પિતા, દીકરી, પરિવાર, માન-સન્માન તથા પોતાને રોજ-રોજ, દરેક ક્ષણે ચુપચાપ અસહાય રીતે મરતા જોવા અસહનીય છે.

વકીલે બચાવ કર્યો
વિજય રાઝના વકીલ સવીના બેદી સચ્ચરે પોતાના ક્લાયન્ટનો બચાવ કર્યો હતો. તેમણે POSH એક્ટની કલમ 14ના નિયમ 10નો ઉલ્લેખ કર્યો હતો. આ કલમ ફરિયાદીની ખોટી તથા દુર્ભાવનાપૂર્ણ આક્ષેપો પર સજા નક્કી કરે છે. સવીનાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'આ ઘણું જ દુઃખદ છે કે તપાસ શરૂ થાય તે પહેલાં જ આરોપી પર 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ નીતિને કારણે ઘણીવાર પુરુષો પર હંમેશાંના માટે ચરિત્રહીનનો ધબ્બો રહી જાય છે.'

સવીનાએ વધુમાં કહ્યું હતું, 'આપણા દેશમાં કહેવામાં આવ્યું છે કે 'ભલે 99 દોષી છૂટી જાય પરંતુ એક નિર્દોષને ક્યારેય સજા મળવી જોઈએ નહીં.' એવું પણ કહેવાય છે કે જ્યાં સુધી ગુનો સાબિત ના થઈ જાય ત્યાં સુધી દોષીને ગુનેગાર કહી શકાય નહીં. મને આશા છે કે આ સિદ્ધાંતનો આ કેસમાં યોગ્ય રીતે અમલ કરવામાં આવશે. હાલમાં કેસ કોર્ટમાં છે અને તેથી જ તે ફરિયાદીની ફરિયાદો પર કોઈ ટિપ્પણી કરી શકે નહીં. જોકે, વિશ્વાસ છે કે મારા ક્લાયન્ટ કોર્ટમાં પોતાનો પક્ષ તથા પુરાવા યોગ્ય રીતે રજૂ કરશે. દેશની ન્યાય વ્યવસ્થામાં મારા ક્લાયન્ટને ન્યાય મળશે.'

ઉમેશ શુક્લાએ સપોર્ટ કર્યો
ફિલ્મ 'આંખ મિચૌલી'માં વિજયની સાથે કામ કરતાં ડિરેક્ટર ઉમેશ શુક્લાએ એક્ટરનો બચાવ કર્યો હતો. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મને આ આક્ષેપો ખોટાં લાગે છે. મેં તેમની સાથે કામ કર્યું છે. વિજય દરેક વ્યક્તિ સાથે સારી રીતે વાત કરે છે. તે ઘણો જ મિલનસાર છે. અમારી ટીમમાં પણ બે આસિસ્ટન્ટ ડિરેક્ટર યુવતીઓ હતી. કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટમાં પણ છોકરી હતી. તે તમામ સાથે યોગ્ય રીતે વર્તન કરતો હતો.'

વધુમાં ઉમેશ શુક્લાએ કહ્યું હતું, 'માત્ર આક્ષેપોના આધારે કોઈને ફિલ્મમાંથી હટાવી દેવા એ વાત ખોટું છે. પુરાવાના આધાર પર કાર્યવાહી કરવી જોઈએ. જો આક્ષેપો ખોટાં સાબિત થયા તો એક્ટરની બ્રાન્ડ વેલ્યુને કઈ હદે અસર થાય છે, તે બધાને ખબર છે. મેં ક્યારેય વિજયને આ પ્રકારની એક્ટિવિટીમાં જોયો નથી. મેન ટુ મેન ટોકમાં ઘણીવાર લોકો મજાકમાં લૂઝ ટૉક કરતાં હોય છે. જોકે, વિજયે મજાકમાં પણ ક્યારેય લૂઝ ટોક કરી નથી.'

શું છે કેસ?
થોડાં સમય પહેલાં વિદ્યા બાલનની ફિલ્મ 'શેરની'નું શૂટીંગ બાલાઘાટમાં થયું હતું. 29 ઓક્ટોબરના રોજ રેન્જર્સ યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલા સેટ પર વિજય રાઝ પર આસિસ્ટન્ટ ડિરેક્ટરે અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. પહેલાં તો વિજયે પ્રોડક્શનના લોકોની સામે પીડિતાની માફી માગી હતી. જોકે, બે ત્રણ દિવસ બાદ પીડિતાએ વિજય રાઝ પર પોલીસ કેસ કર્યો હતો.

પીડિતાની માફી માગી હતી
સૂત્રોના મતે, સેટ પર વિજય રાઝે પીડિતાના ખભા પર હાથ મૂક્યો હતો. વિજય રાઝે દલીલ કરી હતી કે તેણે ખોટાં ઈરાદાથી હાથ મૂક્યો નહોતો. પીડિતાની ઉંમર તેની દીકરી જેવડી છે. દીકરીની ઉંમરની કોઈ પણ છોકરી સાથે તે આવું કરવાનું તો તે સપનામાં પણ વિચારી શકે નહીં. જોકે, પીડિતાને અયોગ્ય થયું હોવાનું લાગ્યું તો તેણે માફી પણ માગી હતી. જોકે, પીડિતાએ વિજય રાઝને માફ કર્યો નહીં. પીડિતાની ફરિયાદ બાદ વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ધરપકડ બાદ વિજયને જામીન પર છોડવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો