સ્ત્રીહઠ સામે ઝૂક્યો:વિકી કૌશલને મે 2022માં લગ્ન કરવા હતા, લેડી લવ કેટના વેડિંગ ડ્રેસને કારણે આવતા મહિને ફેરા ફરશે

મુંબઈએક મહિનો પહેલા
  • દિવાળીના દિવસે વિકી કૌશલ તથા કેટરીનાની રોકા સેરેમની થઈ હતી

બોલિવૂડના સૌથી ચર્ચિત રૂમર્ડ કપલ વિકી કૌશલ તથા કેટરીના કૈફ આવતા મહિને લગ્ન કરવાના છે. બંનેના ડેસ્ટિનેશન વેડિંગ રાજસ્થાનમાં છે. આ દરમિયાન એવી ચર્ચા થઈ રહી છે કે વિકી કૌશલ આવતા મહિને મે મહિનામાં લગ્ન કરવા માગતો હતો, પરંતુ કેટરીનાની જીદ આગળ તેનું કંઈ જ ના ચાલ્યું અને અંતે ડિસેમ્બરમાં જ લગ્ન કરવા તૈયાર થઈ ગયો.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, વિકી કૌશલ પોતાના વર્ક કમિટમેન્ટને કારણે મે, 2022માં લગ્ન કરવાનું વિચારતો હતો. વર્ક કમિટમેન્ટ પૂરા કર્યા બાદ વિકી શાંતિથી લગ્નને એન્જોય કરવા માગતો હતો. જોકે, રાજસ્થાનમાં મે મહિનામાં ગરમી વધુ પડે છે અને તેથી જ લગ્ન કરવા થોડો મુશ્કેલીરૂપ બની શકે તેમ છે. કેટરીનાએ પોતાનો વેડિંગ ડ્રેસ પહેલેથી જ ફાઇનલ કરીને રાખ્યો છે. કેટરીનાએ જે વેડિંગ ડ્રેસ ફાઇનલ કર્યો છે, તે મે મહિનાની બળબળતી ગરમીમાં પહેરવો અશક્ય છે. આથી જ કેટરીનાએ ડિસેમ્બરમાં જ લગ્ન કરવાનું નક્કી કરી રાખ્યું હતું.

ઠંડીમાં લગ્ન કરશે
કેટરીના આખા દિવસના રીત-રિવાજ વાળા આઉટડોર લગ્ન કરવા માગતી હતી. કપલે ડિસેમ્બરમાં રાજસ્થાનની ઠંડીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.

વેડિંગ ડેસ્ટિનેશન ફાઇનલ થયું
લગ્ન છ દિવસ સુધી ચાલશે. 7થી 12 ડિસેમ્બર સુધી હોટલ બુક કરવામાં આવી છે. આ છ દિવસ લગ્નના વિવિધ ફંક્શન યોજવામાં આવશે. લગ્નની ઔપચારિક જાહેરાત બાકી છે. હોટલે પણ આ સ્પેશિયલ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હોટલનાં અંદરનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, લગ્ન માટે બુકિંગ કન્ફર્મ થઈ ગયું છે, જોકે કયા દિવસે કયું ફંક્શન યોજાશે એની માહિતી હજી સુધી સામે આવી નથી.

સલમાન ખાન સહિત અનેક જાણીતી હસ્તીઓ લગ્નમાં સામેલ થાય એવી શક્યતા છે. લગ્ન જનાના મહેલમાં યોજાશે. વેડિંગમાં સુરક્ષાની પૂરી જવાબદારી પ્રાઇવેટ ગાર્ડને સોંપવામાં આવી છે.