તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવુક:વરુણ ધવનને લૉકડાઉન દરમિયાન જુહૂ બીચ યાદ આવ્યો, વીડિયો શૅર કરીને કહ્યું- કુદરત બધું જ ઠીક કરી દેશે

મુંબઈએક વર્ષ પહેલા

લૉકડાઉનને કારણે બોલિવૂડ સ્ટાર્સ ઘરમાં જ સમય પસાર કરી રહ્યાં છે. 32 વર્ષીય વરુણ ધવનને જુહૂ બીચની યાદ સતાવે છે. વરુણે એક વીડિયો શૅર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી, જેના બેકગ્રાઉન્ડમાં ગીત ‘હમ હોંગે કામિયાબ’ વાગે છે. વરુણે આ વીડિયો શૅર કરીને ઈમોશનલ નોટ પણ લખી હતી, જેમાં એક્ટરે કહ્યું હતું કે કુદરત હાલની પરિસ્થિતિને ઠીક કરી દેશે.

વરુણે વીડિયો શૅર કરીને કહ્યું હતું, જુહૂ બીચ. હું અહીંયા જ રમીને મોટો થયો અને મારું મોટાભાગનું બાળપણ આ બીચ પર જ પસાર થયું અને આજે અમે બહાર જઈને આના પાણીને સ્પર્શી પણ શકતા નથી. મને પૂરો વિશ્વાસ છે કે પ્રકૃતિ મા આ પરિસ્થિતિને ઠીક કરી દેશે. જોકે, વરુણે આ વીડિયો જાતે નથી બનાવ્યો અને તેણે આ વીડિયો ગૂગલમાંથી લીધો છે. 

વરુણના સંબંધીને કોરોનાવાઈરસ
બોલિવૂડ એક્ટ્રેસ ઝોયા મોરાની સાથેના લાઈવ સેશનમાં વરુણ ધવને ખુલાસો કર્યો હતો કે અમેરિકામાં તેના એક સંબંધીને કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં સુધી તમારા કોઈ સંબંધીને કે કોઈ ઓળખીતાને કોરોના પોઝિટિવ નથી થતો ત્યાં સુધી તમે આને ગંભીરતાથી લેતા નથી. વરુણ ધવને સલાહ આપી હતી કે વાઈરસને કંટ્રોલમાં લેવા માટે તમામે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું જોઈએ. 

આ પહેલાં વરુણ ધવને પીએમ CARES ફંડમાં 30 લાખનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્ર રીલિફ ફંડમાં 25 લાખ રૂપિયાનો આર્થિક સહયોગ કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...