દીવાનગી:હાથમાં સોનુ સૂદની તસવીર લઈને 700 કિમી ખુલ્લા પગે ચાલીને ચાહક એક્ટરને મળવા આવ્યો

મુંબઈ6 મહિનો પહેલા
  • સોનુ સૂદે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, આ સાચે જ પ્રેરણાદાયી છે અને હું તેનો આભારી છું

કોરોનાકાળમાં સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને શક્ય તેટલી મદદ કરી છે. સોનુ સૂદની નિઃસ્વાર્થ મદદને કારણે તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. આ જ કારણે તેના ચાહકોમાં ઘણો જ વધારો થયો છે. હાલમાં જ સો.મીડિયામાં કેટલીક તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરમાં સોનુ સૂદને મળવા માટે એક વિદ્યાર્થી 700 કિમી ખુલ્લા પગે ચાલીને મુંબઈ આવ્યો હતો. આ વિદ્યાર્થી હૈદરાબાદથી ચાલતો ચાલતો મુંબઈ સોનુ સૂદને મળવા આવ્યો હતો.

સોનુ સૂદે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
સોનુ સૂદે સો.મીડિયામાં પોતાના આ ચાહકની તસવીર શૅર કરી છે. તેના આ ચાહકનું નામ વેંકટેશ છે. સોનુએ તેના આવવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચાલીને આવવા માગતો હતો. જોકે, તે નથી ઈચ્છતો કે ચાહકો આ રીતે ચાલીને તેને મળવા આવે. સોનુએ કહ્યું હતું, 'વેંકટેશ, આ છોકરો હૈદરાબાદથી મુંબઈ ખુલ્લા પગે ચાલીને મને મળવા આવ્યો. મેં તેના અહીંયા આવવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ તે ચાલીને જ આપ્યો. તે ઘણો જ પ્રેરણાદાયી છે અને હું તેનો આભારી છું.' વધુમાં સોનુએ કહ્યું હતું કે તે અન્ય કોઈને આ રીતે મુશ્કેલી સહન કરીને ચાલીને આવવાની કોઈ પ્રેરણા આપતો નથી.

સોનુના ચાહકની તસવીરો...

16-18 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે
હાલમાં જ સોનુ સૂદે સો.મીડિયામાં જાહેરાત કરી હતી કે તે દેશભરમાં અંદાજે 16-18 ઓક્સિજન પ્લાન્ટ વિવિધ રાજ્યોમાં શરૂ કરશે. સોનુએ કુરનૂલ તથા નેલ્લોર, મેંગલોરમાં ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત કરી છે. તે ટૂંક સમયમાં તમિળનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે.

સોનુએ કહ્યું, ઓક્સિજન પ્લાન્ટ માટે પ્લાન કરો
સોનુને આ વિચાર કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે થયેલા મોતને કારણે આવ્યો હતો. સોનુએ પોતાના ચાહકોને અપીલ કરી છે કે જ્યાં પણ ગરીબોની મફતમાં સારવાર થાય છે, તે હોસ્પિટલમાં તે આ પ્લાન્ટ્સને શરૂ કરવાનો પ્રયાસ કરે. શું ખબર તેમના હાથમાં કોઈનો જીવ બચાવવાનું લખ્યું હોય.

સોનુ સૂદના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'પૃથ્વીરાજ'માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...