તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ સ્ટાર્સ વચ્ચે મતભેદ હોય તે કોઈ નવી વાત નથી. આવો જ એક કિસ્સો શત્રુધ્ન સિંહા તથા રાજેશ ખન્ના સાથે જોડાયેલો છે. બંને વચ્ચે એક સમયે એવા મતભેદો સર્જાયા હતા કે તેમની વચ્ચે વર્ષો સુધી વાતચીત થઈ નહોતી. આ વાતનો અફસોસ શત્રુધ્ન સિંહાને જીવનભર રહેશે.
રાજકારણે સંબંધો તોડાવ્યા
શત્રુધ્ન સિંહાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો કે રાજકારણને કારણે તેમના તથા રાજેશ ખન્નાના સંબંધોમાં તિરાડ પડી હતી. 1992માં રાજેશ ખન્ના નવી દિલ્હીની લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
તો શત્રુધ્ન સિંહા આ જ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ઊભા રહ્યા હતા. રાજેશ ખન્નાએ 28 હજાર મતથી શત્રુધ્ન સિંહાને પરાજય આપ્યો હતો. અલબત્ત, રાજેશ ખન્નાને એ વાતનું દુઃખ હતું કે તેમની સામે શત્રુધ્ન સિંહા ઊભા રહ્યાં. આ વાતથી આહત થઈને તેમણે શત્રુધ્ન સિંહા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
શત્રુધ્ન સિંહા માફી માગવા ઈચ્છતા હતા
શત્રુધ્ને આ અંગે કહ્યું હતું, 'જ્યારે હું રાજેશજી સામે ઊભો રહ્યો ત્યારે તેમને આ વાતનું ઘણું જ ખરાબ લાગ્યું હતું. પ્રામાણિક રીતે કહું તો મારે આવું કરવું જ નહોતું, પરંતુ હું લાલકૃષ્ણ અડવાણીજીને ના પાડી શક્યો નહીં. મેં આ વાત રાજેશ ખન્નાને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે મારી એક વાત સાંભળી નહીં. અમે વર્ષો સુધી એકબીજા સાથે વાત કરી નહોતી. અંતિમ દિવસોમાં જ્યારે રાજેશ ખન્ના હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે તેમને મળીને ગળે લગાવીને માફી માગવા ઈચ્છતો હતો. જોકે, કમનસીબે હું માફી માગું તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.'
રાજેશ ખન્નાનું 2012માં લિવરની બીમારીને કારણે નિધન થયું હતું. તેમને ભારતીય સિનેમાના પહેલા સુપરસ્ટાર માનવામાં આવે છે. રાજેશ ખન્નાએ પોતાની કરિયરમાં 180થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં 163 ફીચર ફિલ્મ તથા 17 શોર્ટ ફિલ્મ હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.