'બાદશાહ'નો દીકરો જેલમાં:SRKને મુશ્કેલ ઘડીમાં સધિયારો આપવા સલમાનનાં બહેન-ભાભી આવ્યાં, ભાઈની ધરપકડ બાદ પહેલીવાર અબરામ જોવા મળ્યો

મુંબઈ21 દિવસ પહેલા
  • શાહરુખ ખાનને બદલે તેનો ડુપ્લિકેટ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે

શાહરુખ ખાન તથા ગૌરી હાલમાં મુશ્કેલ ઘડીનો સમય પસાર કરી રહ્યો છે. તેમના મોટા દીકરા આર્યન ખાનની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ત્રણ ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. પહેલાં કોર્ટે એક દિવસની કસ્ટડી આપી હતી અને હવે કોર્ટે 7 ઓક્ટોબર સુધી કસ્ટડી આપી છે. શાહરુખ દીકરાની ધરપકડથી એકદમ ભાંગી પડ્યો છે અને તેને સાંત્વના આપવા સૌ પહેલા સલમાન ખાન ગયો હતો. હવે સલમાનની બહેન પણ અલવીર પણ મન્નતમાં આવી હતી.

કોણ કોણ મન્નતમાં આવ્યું?
ગઈકાલે (4 ઓક્ટોબર)ના રોજ કોર્ટે આર્યન સહિત 8 આરોપીની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી વધારી આપી હતી. આર્યન ખાન વધુ 3 દિવસ જેલમાં રહેવાનો હોવાથી બોલિવૂડ સેલેબ્સ શાહરુખ-ગૌરીને હિંમત આપવા માટે મન્નતમાં આવ્યા હતા. સલમાન ખાન બાદ તેની બહેન અલવીરા ખાન આવી હતી. અલવીરા અહીં 2 કલાક સુધી રહી હતી અને તેણે શાહરુખ-ગૌરી સાથે વાત કરી હતી.

અલવીરા ઉપરાંત ગૌરી ખાનની ખાસ બેનપણીઓ સીમા ખાન (સલમાનના ભાઈ સોહેલની પત્ની) તથા ભાવના પાંડે (ચંકી પાંડેની પત્ની) પણ મન્નતમાં આવ્યાં હતાં. બંનેના ચહેરા પર ઉદાસી જોવા મળી હતી.

તસવીરોમાં અલવીરા, સીમા ખાન તથા ભાવના પાંડે

સીમા ખાન તથા ભાવના પાંડે.
સીમા ખાન તથા ભાવના પાંડે.
અલવીરા ખાન.
અલવીરા ખાન.
સીમા ખાન, ભાવના પાંડે સાથે ગૌરીએ 'ફેબ્યુલસ લાઇફ ઓફ બોલિવૂડ વાઇવ્સ'માં કામ કર્યું હતું.
સીમા ખાન, ભાવના પાંડે સાથે ગૌરીએ 'ફેબ્યુલસ લાઇફ ઓફ બોલિવૂડ વાઇવ્સ'માં કામ કર્યું હતું.
અબરામ ખાન (શાહરુખ-ગૌરીનો નાનો દીકરો).
અબરામ ખાન (શાહરુખ-ગૌરીનો નાનો દીકરો).

શાહરુખ ખાન ઘરની બહાર નથી નીકળ્યો
છેલ્લા ઘણા સમય શાહરુખ ખાન મુંબઈના ટાઉન એરિયામાં ડિરેક્ટર એટલી કુમારની ફિલ્મ ‘લાયન’નું શૂટિંગ કરી રહ્યો હતો. આર્યનના સમાચાર આવ્યા પછી શાહરુખ ખાન સેટ પર દેખાયો નથી. શનિવાર (2 ઓક્ટોબર)એ રાતે 9 વાગ્યા સુધી એક્ટર સેટ પર હાજર હતો. પછી તે સેટ પર આવ્યો નથી. રવિવાર (3 ઓક્ટોબર)ના રોજ શાહરુખના ડુપ્લિકેટ પ્રશાંત બાલદેએ શૂટિંગ કર્યું હતું.