રિવ્યૂ ભારે પડ્યો:KRKએ 'રાધે'ની ટીકા કરતાં સલમાન ખાને માનહાનિનો કેસ કર્યો, હવે ક્યારેય ભાઈજાનની ફિલ્મનો રિવ્યૂ કરશે નહીં

મુંબઈ5 મહિનો પહેલા
  • કમાલ ખાને 'રાધે'નો રિવ્યૂ સો.મીડિયામાં શૅર કર્યો હતો
  • કમાલ ખાને કહ્યું હતું કે ફર્સ્ટ હાફમાં તેને કંઈ જ ખબર ના પડી કે ફિલ્મમાં શું થઈ રહ્યું છે

ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'ને દર્શકો તથા ક્રિટિક્સે વખોડી નાખી છે. આ ફિલ્મ ભારતમાં 'પે પર વ્યૂ' મોડલ પર રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મને કારણે સલમાનને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો છે. કમાલ આર ખાન (KRK) પોતાને ફિલ્મ ક્રિટિક ગણાવે છે. તેણે સો.મીડિયામાં ફિલ્મનો નેટેગિવ રિવ્યૂ આપ્યો હતો. હવે સલમાન ખાનની લીગલ ટીમે કમાલ ખાન વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે.

કમાલ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી

કમાલ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને નોટિસની તસવીર શૅર કરી હતી. તેણે તસવીર સાથે કહ્યું હતું, 'ડિયર સલમાન ખાન આ માનહાનિનો કેસ તમારી હતાશા તથા નિરાશાનો પુરાવો છે. હું મારા ફોલોઅર્સ માટે રિવ્યૂ કરું છું અને મારું કામ કરું છું. તમે સારી ફિલ્મ બનાવવાને બદલે તમે મને તમારી ફિલ્મનો રિવ્યૂ કરતાં અટકાવો છે. હું સત્ય માટે લડતો રહીશ. કેસ કરવા બદલ આભાર.'

અન્ય પોસ્ટમાં કહ્યું, હવે ક્યારેય સલમાનની ફિલ્મનો રિવ્યૂ કરીશ નહીં

અન્ય એક પોસ્ટમાં કમાલ ખાને કહ્યું હતું, 'હું અનેકવાર કહી ચૂક્યો છું કે જો કોઈ પ્રોડ્યૂસર કે એક્ટર તેની ફિલ્મના રિવ્યૂ કરવાની ના પાડશે, તો હું કરીશ નહીં. સલમાન ખાને 'રાધએ' માટે માનહાનિનો કેસ કર્યો છે. તેનો અર્થ કે તે મારા રિવ્યૂથી આહત થયો છે. આથી હવે હું ક્યારેય તેની ફિલ્મના રિવ્યૂ કરીશ નહીં. મારો છેલ્લો વીડિયો આજે રિલીઝ થઈ રહ્યો છે.'

કમાલ ખાને 'રાધે'ના રિવ્યૂ અંગે શું કહ્યું હતું?
કમાલ ખાને 'રાધે'ના રિવ્યૂ અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ફર્સ્ટ હાફ જોયા બાદ કંઈ જ ખબર પડી નહીં. વાર્તા શું છે, કેરેક્ટર શું છે, શું થઈ રહ્યું છે. મારું મગજ પૂરી રીતે ફરી ગયું છે. મને ખ્યાલ નથી આવતો. ગીતો, એક્શન ઠીક છે પણ આ બધું કેમ થયું તેની કંઈ જ ગતાગમ પડી હીં. ઈન્ટરવલ પછી મારાથી થિયેટરની અંદર થઈ શકાતું નથી.'

કમાલ ખાને સલમાનને દાદુ કહ્યો હતો
કમાલ ખાને કહ્યું હતું કે ફિલ્મમાં ઘણાં એક્શન સીન્સ સલમાન ખાનના ડુપ્લીકેટે કર્યા હતા અને બંને વચ્ચેનો તફાવત દેખાઈ આવે છે. જોકે, સેટ પર કોઈ આ મુદ્દે સલમાનને જાણ કરતું નથી, કારણ કે તેમને સલમાનનો ડર લાગે છે. જો તેઓ આવું કહે તો દાદુ તેમને બીજા દિવસથી સેટ પર આવવાની ના પાડી દે છે.

વધુમાં કમાલ ખાને ફિલ્મની એક્ટ્રેસ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે દિશા પટની તો સલમાન ખાનની પૌત્રી જેવડી છે. દિશા મોડલ છે અને સલ્લુ દાદુ જ્યારે તેને પહેલી વાર મળે છે ત્યારે તેને એવું કહે છે કે તે પણ મોડલ બનવા માગતો હતો. એટલે કે સલ્લુ દાદુની ઉંમર 20-22 વર્ષનો છે અને દિશા તેને ભોલુ ક્યૂટ બોય કહીને બોલાવે છે. આખી ફિલ્મમાં તે આ જ કહે છે. સલ્લુ દાદુ જ્યારે એક સીનમાં શર્ટ કાઢે છે, ત્યારે VFX ટીમે કમાલનું કામ કર્યું છે. તેનો ચહેરો 25 વર્ષનો લાગે તેવો બતાવ્યો છે.

કમાલ ખાને એમ પણ કહ્યું હતું કે દાદા તથા પૌત્રી (સલમાન ખાન અને દિશા પટની) ફિલ્મમાં જ્યારે મળે છે, ત્યારે ગમે ત્યારે ગીતો આવે છે. જ્યારે ગીતો આવે છે, ત્યારે થોડી શાંતિ મળે છે, કારણ કે ફિલ્મમાં કોઈ સ્ટોરી હોતી નથી. ગીતો કંઈક અંશે જોવાલાયક છે.

ઉલ્લેખનીય છે કે 'રાધે'માં સલમાન ખાને અંડરકવર કૉપ રાધેની ભૂમિકા ભજવી છે. આ રોલ સલમાને ફિલ્મ 'વૉન્ટેડ'માં કર્યો હતો. આ બંને ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી હતી. 'રાધે'માં રણદીપ હુડ્ડા, જેકી શ્રોફ તથા દિશા પટની લીડ રોલમાં છે.

અન્ય સમાચારો પણ છે...