ટ્રોલિંગ પર ચોખવટ:દુબઈમાં સલમાન ખાનની પત્ની ને 17 વર્ષની દીકરી રહે છે? એક્ટરે શું કહ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સલમાન ખાન પોતાના ભાઈ અરબાઝના શોમાં હાજર રહ્યો હતો.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ભાઈ અરબાઝ ખાનના શો 'પિંચ 2'ના પ્રીમિયર એપિસોડમાં જોવા મળ્યો હતો. આ શોમાં અરબાઝ સો.મીડિયામાં સેલેબ્સને ટ્રોલ કરવામાં આવે છે તે કમેન્ટ વાંચીને સંભળાવે છે અને સેલેબ્સ પોતાનું રિએક્શન આપે છે. સલમાનની સાથે પણ અરબાઝે એવું જ કર્યું હતું. અરબાઝે કહ્યું હતું કે સો.મીડિયામાં સલમાન ખાનને ચાહકો પસંદ કરે છે, પરંતુ કેટલાંક યુઝર્સે ધડમાથા વગરની વાતો કરે છે.

સલમાનને પણ નવાઈ લાગી
સો.મીડિયામાં એક યુઝર્સે કહ્યું હતું, ક્યાં છુપાવીને બેઠો છે ડરપોત. ભારતમાં બધાને ખબર છે કે તું દુબઈમાં પોતાની પત્ની નૂર અને 17 વર્ષની દીકરી સાથે છે. ભારતને ક્યાં સુધી મૂર્ખ બનાવીશ. આખા ઇન્ડિયાને ખબર છે કે તું દુબઈમાં પત્ની તથા દીકરી સાથે રહે છે.

આ સાંભળ્યા બાદ સલમાનને નવાઈ લાગી હતી. તેણે અરબાઝને પૂછ્યું હતું કે આ કમેન્ટ તેના માટે છે? અરબાઝે હા પાડી હતી. ત્યારે સલમાને કહ્યું હતું કે લોકોને ઘણી જ માહિતી છે અને આ બધું બકવાસ છે. તેને ખ્યાલ નથી કે આ કોણે કહ્યું અને ક્યાં વાંચ્યું. આ વ્યક્તિ શું વિચારે છે તે તેને ખ્યાલ નથી અને તે શું રિએક્શન આપે. તેની કોઈ પત્ની નથી. તે ભારતમાં રહે છે, ગેલેક્સી અપાર્ટમેન્ટમાં. નવ વર્ષની ઉંમરથી.

પહેલી સિઝન હિટ હતી
અરબાઝના ચેટ શો 'પિંચ'ની પહેલી સિઝન હિટ રહી હતી. આથી જ તે બીજી સિઝન લઈને આવ્યો છે. આ વખતે અનન્યા પાંડે, ટાઇગર શ્રોફ, ફરહાન અખ્તર, કિઆરા અડવાણી, રાજકુમાર રાવ તથા ફરાહ ખાન જેવા સેલેબ્સ જોવા મળશે. અરબાઝના મતે, તે પહેલી સિઝનમાં જાણી જોઈને સલમાનને ગેસ્ટ બનાવીને લાવ્યો નહોતો. તે પોતાના દમ પર શો હિટ કરાવવા માગતો હતો.