કભી ઈદ કભી દિવાલી:સલમાન ખાન એક્ટ્રેસ શહનાઝ ગિલ પર મહેરબાન, જોઈએ તેટલી ફી માગવાનું કહ્યું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહનાઝ ગિલ ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'થી બોલિવૂડ ડેબ્યૂ કરી શકે છે

સલમાન ખાન એક્ટ્રેસ શહનાઝ ગિલ પર આજકાલ મહેરબાન હોય તેમ લાગે છે. સૂત્રોના મતે, શહનાઝ ગિલ બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. તે સલમાન ખાનની ફિલ્મમાં કામ કરવાની છે. ચર્ચા છે કે શહનાઝ ગિલ ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'થી બોલિવૂડ ડેબ્યૂ કરશે. જોકે, હજી સુધી સલમાન કે શહનાઝે ઑફિશિયલ જાહેરાત કરી નથી. માનવામાં આવે છે કે ફિલ્મમાં શહનાઝ અને આયુષ શર્માની જોડી જોવા મળશે.

ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો
સૂત્રોના મતે, સલમાન ખાને ફિલ્મ માટે શહનાઝનો સંપર્ક કર્યો હતો. શહનાઝ ક્યારેય સલમાન ખાનને ના પાડી શકે નહીં. તેણે ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે.

સલમાન-શહનાઝ વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાનને શહનાઝ ઘણી જ પસંદ છે. 'બિગ બોસ 13'ના ઘરમાં સલમાનને શહનાઝની ક્યૂટનેસ તથા નિર્દોષતા ઘણી જ પસંદ આવી હતી. 'બિગ બોસ'માં સલમાન ખાન અવારનવાર શહનાઝને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. ગયા વર્ષે સિદ્ધાર્થ શુક્લાનું આકસ્મિક મોત થતાં સલમાને શહનાઝ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

સલમાને કહ્યું, શહનાઝ જેટલી ઈચ્છે તેટલી ફી લઈ શકે છે
સલમાન ખાનને શહનાઝની સાદગી ઘણી જ ગમી છે. સલમાન ખાને શહનાઝ ગિલને જેટલી ફી લેવી હોય તેટલી ફી લેવાનું કહ્યું છે. સૂત્રોના મતે, સલમાને શહનાઝને પોતાની રીતે ફી નક્કી કરવાનું કહ્યું છે. જોકે, હજી સુધી શહનાઝે પોતાની ફી નક્કી કરી નથી.

પોતાની રીતે ડેટ્સ આપી શકે છે
માત્ર ફી જ નહીં, સલમાને શહનાઝને એમ પણ કહ્યું હતું કે તે પોતાની રીતે ડેટ્સ આપી શકે છે. હાલમાં શહનાઝ પંજાબી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.