વાઇરલ તસવીરો:બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું, સો.મીડિયા યુઝર્સે મજાક કરતાં કહ્યું- 'દીપિકાએ કપડાં ના આપ્યાં?'

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને ઇન્ટરનેટ પર વાઇરલ કેવી રીતે થવું એ સારી આવડે છે. હાલમાં જ રણવીર સિંહ મેગેઝિન માટે ન્યૂડ થયો હતો. રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટની તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરો વાઇરલ થતાં જ ફેશન ક્રિટિક સો.મીડિયા પેજે રણવીર સિંહના ફોટોશૂટને હોલિવૂડ હંક બર્ટ રેનોલ્ડ્સને ટ્રિબ્યૂટ આપી હોવાનું પણ કહ્યું હતું તો બીજી બાજુ સો.મીડિયા યુઝર્સે રણવીર સિંહની મજાક ઉડાવી હતી.

શું કહ્યું રણવીરે?
'પેપર મેગેઝિન'ને આપેલા ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.

ફેશન ક્રિટિકે શું કહ્યું?
રણવીર સિંહની તસવીર વાઇરલ થતાં જ ફેશન ક્રિટિક એકાઉન્ટ ડાયટ સબ્યાએ કહ્યું હતું કે રણવીર સિંહે હોલિવૂડ એક્ટર બર્ટને ટ્રિબ્યૂટ આપી હોય એમ લાગે છે.

સો.મીડિયા યુઝર્સે શું કહ્યું?
સો.મીડિયા યુઝર્સે રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ અંગે મિક્સ રિવ્યૂ આપ્યા હતા. એક યુઝરે કહ્યું હતું કે બસ, હવે આ જ જોવાનું બાકી છે. તો ઘણા યુઝર્સે એક્ટરને મોગલી કહ્યો હતો. કેટલાકે તો એમ પણ કહ્યું હતું કે દીપિકાએ કપડાં ના આપ્યાં, એટલે આવું કર્યું. અન્ય એકે એમ પણ કહ્યું હતું કે આટલું આર્ટિસ્ટ બનવાની જરૂર નહોતી. ઘણા યુઝર્સે કમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી.

અપકમિંગ પ્રોજેક્ટ
રણવીર સિંહ છેલ્લે 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. હવે તે કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' તથા રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં કામ કરી રહ્યો છે.

રાહુલ ખન્નાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ એક્ટર રાહુલ ખન્નાએ ન્યૂડ ફોટોશૂટની તસવીર શૅર કરી હતી. આ તસવીર પર મલાઈકા અરોરાથી નેહા ધૂપિયા સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી.