તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

OTT સામે વાંધો:રાજપાલ યાદવે કહ્યું- વેબસિરીઝમાં ગાળો બોલીને હું મારું જીવન જીવવા માગતો નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉન દરમિયાન OTT (ઓવર ધ ટોપ)માં એકદમ ઉછાળો જોવા મળ્યો છે અને હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે આ સૌથી મહત્ત્વનો ભાગ બન્યું છે. જોકે, એક્ટર રાજપાલ યાદવ ડિજિટલ પ્લેટફોર્મમાં પોતાને ફિટ માનતો નથી. રાજપાલે કહ્યું હતું કે વેબસિરીઝમાં ગાળો કોમન છે અને તે ગાળો બોલવા તૈયાર નથી.

વધુમાં કોમેડિયને કહ્યું હતું કે તેણે ગાળો બોલ્યા વગર પણ ચાહકોના દિલ જીત્યા છે અને તે ચાહકોનો આભાર માને છે. જોકે, રાજપાલ યાદવે એ વાત ત્યારે કરી જ્યારે તેની બે ફિલ્મ 'કુલી નંબર વન' તથા 'હંગામા 2' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

વેબ સિરીઝમાં ફિટ નહીં થઈ શકું
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજપાલ યાદવે કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ ચાહકોમાં ઘણું જ લોકપ્રિય છે. જોકે, તેને નથી લાગતું કે તે અહીંયા ફિટ થઈ શકે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતની વેબ સિરીઝ આવી છે, તે પોતાને તેમાં જોઈ શકે તેમ નથી. તે સ્ક્રીન પર ગાળો બોલવા તૈયાર નથી અને વેબ સિરીઝમાં આ કોમન છે. તેણે ગાળો બોલ્યા વગર ચાહકો પાસે તાળીઓ પડાવી છે.

અંદરના કલાકારને જીવિત રાખવાની ક્રેડિટ ચાહકોને
વધુમાં રાજપાલ યાદવે કહ્યું હતું કે તેને અંગત જીવનમાં જે પસંદ નથી, તેવું કોઈ કામ તે કરશે નહીં. તે સ્ક્રીન પર ગંદી ભાષા બોલીને આજીવિકા ચલાવી શકે નહીં. ભગવાનનો આભાર કે તેણે આવું કરવું પડ્યું નથી. તે નસીબદાર છે કે બે દાયકા બાદ પણ ચાહકો તેને જોઈને કંટાળી જતા નથી. તેના અંદરના કલાકારને જીવિત રાખવા માટેની ક્રેડિટ ચાહકોને જાય છે.

માત્ર રામુએ હીરો બનાવવાની હિંમત બતાવી
'ભૂલ ભુલૈયા', 'વક્સ', 'મૈં, મેરી પત્ની ઔર વો', 'ગરમ મસાલા', 'શાદી નંબર વન', 'ખટ્ટા મીઠા' જેવી ફિલ્મમાં કામ કરનાર રાજપાલ યાદવને માત્ર રામગોપાલ વર્માએ લીડ રોલ આપવાની હિંમત બતાવી હતી. રામુએ 'મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂ'માં હીરોનો રોલ ઓફર કર્યો હતો. તે વર્ષે અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સલમાન ખાન, શાહરુખ ખાન તથા અજય દેવગન જેવા કલાકારોની સાથે રાજપાલ યાદ પણ બેસ્ટ હીરોના અવોર્ડ માટે નોમિનેટ થયો હતો.