તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:રાહુલ રોય ભાનમાં, ડિરેક્ટર નિતિને કહ્યું, 'ભવિષ્યમાં સ્ટ્રોક ના આવે તે માટે સ્ટેન્ટ મૂકવાની જરૂર'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર રાહુલ રોય હાલમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. કારગિલમાં ફિલ્મ 'LAC'ના શૂટિંગ દરમિયાન એક્ટરને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર નિતિન કુમાર ગુપ્તાએ હાલમાં જ કહ્યું હતું કે ભવિષ્યમાં રાહુલ રોયને કોઈ સ્ટ્રોક ના આવે તે માટે કદાચ સ્ટેન્ટ મૂકવાની જરૂર ઊભી થશે. એકવાર રાહુલની તબિયત એકદમ ઠીક થઈ જશે પછી ડૉક્ટર્સ આ પ્રોસેસ કરશે. હાલમાં નિતિન કારગિલમાં જ છે.

નિતિન હાલમાં રાહુલનો તમામ મેડિકલ ખર્ચ ઊઠાવી રહ્યો છે. રાહુલ બીમાર હોવાથી તે પોતે પૈસા આપી શકે તેમ ના હોવાથી નિતિન જ પૈસા આપી રહ્યો છે. નિતિને કહ્યું હતું કે જો કોઈ તેને સારવાર માટે મદદ કરવા માગે છે તો જ્યારે રાહુલ ઠીક થઈ જશે ત્યારે તે પૈસા પરત કરી દેશે.

રાહુલ હવે ભાનમાં છે, થોડીક વાત કરે છે
મુંબઈ મિરર સાથેની વાતચીતમાં નિતિને કહ્યું હતું, 'હું સતત મેડિકલ સ્ટાફ તથા રાહુલના જોડિયા ભાઈ રોહિત સાથે સંપર્કમાં છું. રોહિત હાલમાં કેનેડામાં રહે છે. ગુરુવાર (3 ડિસેમ્બર)ના રોજ રોહિત સાથે વાત થઈ હતી અને તેણે કહ્યું હતું કે રાહુલની ફિઝિયોથેરપી તથા સ્પીચ થેરપી સારી રીતે ચાલી રહી છે. તેણે રાહુલ સાથે અડધી મિનિટ વાત પણ કરી હતી. રાહુલ એકદમ ભાનમાં છે અને થોડાંક વાક્યો બોલી શકે છે. તમામની પ્રાર્થના માટે આભાર. દિવસે દિવસે તેની તબિયત સુધારા પર છે.'

નિતિને વધુમાં કહ્યું હતું, 'મેં રાહુલની તબિયત અંગે ડૉક્ટર્સ સાથે ચર્ચા કરી હતી અને તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આવા કોઈ સ્ટ્રોક ના આવે તે માટે રાહુલની સેલેબ્રલ આર્ટીની વચ્ચે એક સ્ટેન્ટ મૂકવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં મગજ સંબંધિત સમસ્યા ના સર્જાય. આનાથી સ્ટ્રોક નહીં આવે અને આ બહુ ખર્ચાળ છે. હું જ્યારે પરત આવીશ, ત્યારે હું ખર્ચ અંગે ફરીવાર ડૉક્ટર્સ સાથે વાત કરીશ. અત્યારે તો હું ખર્ચ ઊઠાવી શકું તેમ છે, પરંતુ જો કોઈ ઈચ્છે તો મદદ કરે તો મારા માટે તેને મદદ કરવાનું સરળ રહેશે. મને વિશ્વાસ છે કે રાહુલ એકવાર સાજો થઈ જશે પછી તે પૈસા પાછા આપી દેશે.'

ઉલ્લેખીય છે કે રાહુલ કારગીલમાં -17 ડિગ્રી ઠંડીમાં ફિલ્મનું શૂટિંગ કરતો હતો. આ કારણે રાહુલને બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું માનવામાં આવે છે. કારગિલથી પહેલાં રાહુલને શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં રાહુલ ICUમાં હતો અને પછી તેને નોર્મલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

ત્રણ દાયકાથી ફિલ્મમાં સક્રિય
રાહુલે 1990માં મહેશ ભટ્ટની ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનુ અગ્રવાલ લીડ રોલમાં હતી. ત્યારબાદ તે 'જુનૂન', 'ફિર તેરી કહાની યાદ આઈ', 'નસીબ', 'એલાન', 'કૈબ્રે' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં રાહુલ રોય વિનર બન્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો