પંકજ ત્રિપાઠી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બનશે:પોસ્ટ શૅર કરીને કહ્યું, આ પાત્ર નિભાવવું મારા માટે ગર્વની વાત છે

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં સ્વ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ એન પીના પુસ્તક 'ધ અનટોલ્ડઃ વાજપેયીઃ પોલિટિશિયન એન્ડ પેરાડોક્સ' પર આધારિત છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી લીડ રોલ પ્લે કરશે. પંકજે સો.મીડિયામાં આ ફિલ્મ અંગેની જાહેરાત કરી હતી. પંકજ ત્રિપાઠીએ શૅર કરેલી તસવીરમાં ડિરેક્ટર રવિ જાધવ, વિનોદ ભાનુશાલી તથા સંદીપ સિંહ જોવા મળે છે. આ ફિલ્મ આવતા વર્ષે 2023માં ક્રિસમસ પર રિલીઝ થશે.

પૂર્વ વડાપ્રધાનના રોલ ભજવવો મારા માટે સૌભાગ્ય છેઃ પંકજ ત્રિપાઠી
અપકમિંગ ફિલ્મની જાહેરાત કરતા સમયે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું, 'ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ.' આ પંક્તિ લખારા મહાન નેતા અટલ બિહારી વાજપેયીજીની ભૂમિકા બિગ સ્ક્રીન પર પ્લે કરવાની તક મળી છે. આ મારું સૌભાગ્ય છે. અટલ જલ્દી જ...'

ફિલ્મ માટે ઉત્સાહી
મીડિયા સાથેની વાતચીતમાં પંકજે કહ્યું હતું, 'આ મારા માટે સન્માનની વાત છે. હું આટલી મોટી હસ્તીનું પાત્ર ભજવવા જઈ રહ્યો છું. તે માત્ર રાજકારણી નહોતા, પરંતુ એક સારા લેખક તથા કવિ પણ હતા. તેમના બતાવેલા પથ પર ચાલવું મારા જેવા એક્ટર માટે સૌભાગ્યથી ઓછું નથી.'

ડિરેક્ટર રવિ જાધવે કહ્યું હતું કે ડિરેક્ટર તરીકે અટલની બાયોપિકથી કોઈ સારી ફિલ્મ હોઈ શકે નહીં. પંકજ ત્રિપાઠીનો ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. આશા છે કે તે અટલજીના પાત્રને પડદા પર બખૂબી ઉતારી શકે.

જૂનમાં ફિલ્મની જાહેરાત થઈ
મેકર્સે આ વર્ષે 28 જૂનના રોજ બાયોપિકની જાહેરાત કરી હતી. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી ચાહકોમાં ઉત્સુકતા હતી કે લીડ રોલ પ્લે કરશે? રાઇટર ઉત્કર્ષ નૈથનીએ વાર્તા લખી છે.

અન્ય સમાચારો પણ છે...