નવાઝુદ્દીન સિદ્દીકી માતાને મળવા ગયો, ભાઈએ અટકાવ્યો:ઘરમાં ચાલતા ઝઘડાને કારણે માતાની તબિયત લથડી, એક્ટર મળ્યા વગર પરત ફર્યો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની માતાને મળવા વર્સોવા સ્થિત બંગલે આવ્યો હતો. જોકે, ભાઈ ફૈઝુદ્દીને ઘરની બહાર જ રોકી રાખ્યો અને અંદર જવા દીધો નહીં. હાલમાં નવાઝનો ઝઘડો પૂર્વ પત્ની આલિયા ને સગા ભાઈ શમસનો સાથે ચાલી રહ્યો છે અને આ જ કારણે માતાની તબિયત લથડી છે. આ જ કારણે નવાઝ વર્સોવા સ્થિત બંગલે આવ્યો હતો.

ભાઈ ફૈઝુદ્દીને શું કહ્યું?
મીડિયાએ ફૈઝુદ્દીનને જ્યારે નવાઝને કેમ અટકાવ્યો તે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે નવાઝભાઈની પૂર્વ પત્નીએ તેમની પર રેપનો કેસ કર્યો છે. અમ્મી આ બધી વાતોથી દુઃખી છે અને સ્ટ્રેસમાં છે. ડૉક્ટર્સે તેમને આરામ કરવાનું કહ્યું છે. આથી જ તેમણે નવાઝભાઈને કહ્યું હતું કે અમ્મીની તબિયત સારી નથી અને કોર્ટમાં કેસ ચાલે છે. તેઓ નથી ઈચ્છતા કે અમ્મી કોઈ સ્ટ્રેસ લે અને તેથી જ મળવાની ના પાડી દીધી. અમ્મી તબિયત ખરાબ હોવાની વાત સાંભળીને નવાઝભાઈ દેહરાદૂનથી તાત્કાલિક આવ્યા હતા. જોકે, નવાઝના બાળકો પોતાની દાદીને મળી શકે છે.

માતા સાથે નવાઝ (ફાઇલ તસવીર)
માતા સાથે નવાઝ (ફાઇલ તસવીર)

પૈતૃક જમીન ભાઈઓના નામે કરી
નવાઝ દેહરાદૂનમાં હતો. અહીંયા તેને ખબર પડી કે તેની માતાની તબિયત ખરાબ છે. તે તાત્કાલિક મુંબઈ આવ્યો. આ દરમિયાન તેણે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આવેલા બુઢાના ગામની પૈતૃક સંપત્તિ પોતાના ભાઈઓના નામે કરી છે. નવાઝ અચાનક મુઝફ્ફરનગર જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસ આવ્યો હતો. તેણે બે ડોક્યુમેન્ટ સાઇન કર્યા અને ભાઈના નામે જમીન કરી લીધી. આ ઉપરાંત તેણે ત્રણ ભાઈઓના નામે સંપત્તિ પણ કરી છે.

રજિસ્ટ્રારની ઓફિસમાં નવાઝ
રજિસ્ટ્રારની ઓફિસમાં નવાઝ

નવાઝ તથા એક્સ વાઇફ આલિયા વચ્ચે ઝઘડો ચાલે છે
છેલ્લા એક વર્ષથી નવાઝ પર તેની પૂર્વ પત્ની આલિયા ને ભાઈ શમસે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. નવાઝ તથા આલિયાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. આલિયાએ કહ્યું હતું કે નવાઝ અને તેના પરિવારે તેનું શોષણ કર્યું છે. તો નવાઝે કહ્યું હતું કે તે આલિયાથી અલગ થઈ ચૂક્યો છે, પરંતુ તે ગેરકાયદેસર રીતે સંપત્તિ ને બંગલા પર અધિકાર જમાવવા માગે છે.

આલિયા તથા નવાઝ
આલિયા તથા નવાઝ

આલિયાએ કહ્યું હતું કે નવાઝને ડિવોર્સ આપ્યા બાદ પણ તેઓ રિલેશનશિપમાં હતા અને બીજા બાળકનો જન્મ પણ ડિવોર્સ બાદ થયો હતો. જોકે, નવાઝે ક્યારેય તેને માન-સન્માન આપ્યું નથી. નવાઝની માતાએ એવું કહ્યું હતું કે બીજું બાળક નવાઝનું નહીં, અન્ય કોઈનું છે.

આલિયાએ નવાઝ પર રેપ કેસ કર્યો
આલિયાએ નવાઝ પર રેપનો કેસ કર્યો છે. આલિયાએ 24 ફેબ્રુઆરીએ સો.મીડિયામાં કહ્યું હતું, 'નવાઝની માતા મારા માસૂમ બાળકને નાજાયઝ કહે છે અને આ બકવાસ માણસ ચૂપ રહે છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં પ્રૂફની સાથે રેપની ફરિયાદ કરી છે. કંઈ પણ થઈ જાય, પરંતુ તે લોકોને મારા બાળકો નહીં આપું.'

નવાઝ તથા શમસ
નવાઝ તથા શમસ

ભાઈ શમસે કહ્યું, વાસ્તવમાં નવાઝ અલગ જ છે
નવાઝના ભાઈ શમસે કહ્યું હતું. 'રિયલ લાઇફમાં નવાઝ ઘણો જ અલગ છે. તેણે અમારા કોઈ ભાઈનું કરિયર બનાવ્યું નથી. તે ભાઈઓ માટે સંપત્તિ જરૂર ખરીદે છે, પરંતુ તેની ઇમેજ લોકોના મનમાં છે તેવી રિયલમાં નથી. તે સમજી ના શકાય તેવો વ્યક્તિ છે. એક સમય બાદ તે લોકોને છોડી દે છે.'

એક ફિલ્મને કારણે ભાઈઓમાં ઝઘડો થયો
ફિલ્મ 'બોલે ચૂડિયાં'માં નવાઝ લીડ રોલમાં હતો અને શમસ ફિલ્મ ડિરેક્ટર હતો. જોકે, ફિલ્મમેકિંગ દરમિયાન બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. નવાઝે ફિલ્મને ખરાબ કહીને પ્રમોશન કર્યું નહીં. આ જ કારણે બંનેના સંબંધો વણસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...