તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર કિડ્સ:મિથુન ચક્રવર્તીની દત્તક લીધેલી દીકરી સાથે ઊભેલો આ મિસ્ટ્રી મેન કોણ છે? ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળી

મુંબઈ3 દિવસ પહેલા
  • મિથુન ચક્રવર્તીએ કચરાના ઢગમાં પડેલી બાળકીને દત્તક લીધી હતી.

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની દત્તક લીધેલી દીકરી દિશાની ચક્રવર્તી લાઇમલાઇટથી દૂર છે. હાલમાં જ દિશાનીની મિસ્ટ્રી મેન સાથેની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. દિશાની વિદેશમાં રહીને અભ્યાસ કરે છે.

દિશાની કેલિફોર્નિયામાં રહે છે
દિશાની હાલમાં લોસ એન્જલસમાં છે. તે અહીંયા એક્ટિંગનો અભ્યાસ કરવા માટે ગઈ છે. દિશાની સો.મીડિયામાં પોતાની સ્ટૂડન્ટ લાઇફ અંગે હંમેશાં અપડેટ આપતી રહે છે.

દિશાની સાથે મિસ્ટ્રી મેન કોણ છે?
દિશાની છેલ્લાં થોડાં સમયથી એક મિસ્ટ્રી મેન સાથેની તસવીરો પોસ્ટ કરતી રહેતી હોય છે. આ બંને એકબીજાની ઘણાં જ નિકટ હોય તેમ લાગે છે. દિશાની સાથે જોવા મળતો મિસ્ટ્રી મેન હોલિવૂડ એક્ટર કોડી સુલેક છે. તેણે 'સેન્ટા બૂટ કેમ્પ', 'યોર પ્રિટી ફેસ ઇઝ ગોઇંગ ટૂ હેલ' જેવી ઘણી હોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

પરિવારને પણ મળી છે
દિશાની તથા કોડી બંને એકબીજાની તસવીરો સો.મીડિયામાં પોસ્ટ કરતાં હોય છે. આટલું જ નહીં દિશાનીએ કોડીના પરિવારની મુલાકાત પણ કરી છે. માનવામાં આવે છે કે બંને એકબીજાને ડેટ કરે છે.

મિથુન ચક્રવર્તીની દત્તક લીધેલી દીકરી
મિથુન ચક્રવર્તીને ત્રણ દીકરા છે, મહાક્ષય, ઉષ્મે તથા નમાશી. વર્ષો પહેલાં મિથુને લીડિંગ બંગાળી ન્યૂઝ પેપરમાં સમાચાર વાંચ્યા હતા કે એક બાળકી કચરાના ઢગમાં હતી. તે રડતી હતી પરંતુ ત્યાંથી પસાર થનારા એક પણ વ્યક્તિએ તેને લીધી નહીં. અંતે સ્વૈચ્છિક સંસ્થા તથા સરકારે તે રડતી બાળકીને બચાવી હતી. આ ન્યૂઝ વાંચ્યા બાદ મિથુને તરત જ તે સ્વૈચ્છિક સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને બાળકીને દત્તક લેવાની ઈચ્છા પ્રગટ કરી હતી. દત્તક લેવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મિથુન ચક્રવર્તી તે બાળકીને ઘરે લઈને આવ્યા હતા. આ બાળકી એટલે દિશાની. મિથુન તથા યોગિતાએ ત્રણેય દીકરાની સાથે ચોથા સંતાન તરીકે દીકરી દિશાનીનો ઉછેર કર્યો હતો. ત્રણેય ભાઈઓ પણ દિશાનીનું ઘણું જ ધ્યાન રાખે છે.

ફિલ્મમાં આવવાની ઈચ્છા
ફિલ્મી પરિવારમાં જ મોટી થયેલી દિશાનીને બોલિવૂડ પ્રત્યે ઘણો જ લગાવ છે. તે સલમાન ખાનની ઘણી જ મોટી ફૅન છે. ચર્ચા છે કે તે બોલિવૂડમાં કામ કરવા માગે છે.

પપ્પાને રિયલ હીરો માને છે
દિશાની પોતાના પપ્પા મિથુન ચક્રવર્તીને રિયલ લાઇફ હીરો માને છે.