બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કરન જોહર સાથે અણબનાવ અંગે વાત કરી હતી. કરન જોહર તથા કાર્તિક આર્યન વચ્ચે 'દોસ્તાના 2' દરમિયાન મતભેદો થયા હતા. હવે કાર્તિકે આ અંગે વાત કરી હતી. 'દોસ્તાના 2'ની વાત કરીએ તો કાર્તિક તથા જાહન્વીએ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. જોકે, પછી મેકર્સે કાર્તિકને હટાવવાનો નિર્ણય લીધો હતો.
કાર્તિકે બોલિવૂડમાં લોકોની સાથે થતાં મતભેદ પર વાત કરી
કાર્તિકને પૂછવામાં આવ્યું કે શું ઇન્ડસ્ટ્રીના લોકો સાથે તેના મતભેદ ચાલે છે અને આ જ કારણે તેના કામ પર અસર થઈ રહી છે? કારણ કે તે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતો નથી. આ સવાલના જવાબમાં કાર્તિકે કહ્યું હતું, 'હું માત્ર મારા કામ પર ફોકસ કરું છું. હું બસ આટલું જ કહેવા માગીશ. મારા લાઇનઅપ જુઓ. (મારી અપકમિંગ ફિલ્મ જુઓ).'
કાર્તિકે કહ્યું, લોકો વાતનું વતેસર કરે છે
કાર્તિકને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે ઇન્ડસ્ટ્રીના અંદરના લોકો તેની વિરુદ્ધ લૉબી બનાવે છે? આ અંગે તેણે કહ્યું હતું, 'શું થાય છે કે ક્યારેક ક્યારેક લોકો વાતનું વતેસર કરી નાખે છે. આનાથી વધારે કંઈ નથી. કોઈની પાસે આટલો સમય જ નથી. દરેક લોકો માત્ર કામ કરવા માગે છે અને સારું કામ કરવા ઈચ્છે છે. આ ઉપરાંત અન્ય વાતો માત્ર અફવા છે.'
ગયા વર્ષે ધર્મા પ્રોડક્શને કાર્તિકને 'દોસ્તાના 2'માંથી હાંકી કાઢ્યો હતો
ગયા વર્ષે કાર્તિકના અનપ્રોફેશનલ વલણ અંગે અફવા ઉડી હતી. આ દરમિયાન ધર્મા પ્રોડક્શને એક નિવેદનમાં કહ્યું હતું, 'પ્રોફેશનલ પરિસ્થિતિઓને કારણે અમે મૌન રહેવાનો નિર્ણય લીધો છે. અમે 'દોસ્તાના 2' માટે ફરીથી કાસ્ટિંગ કરીશું.'
કાર્તિક આર્યનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં 'ભૂલ ભુલૈયા 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 20 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં કિઆરા અડવાણી, તબુ, રાજપાલ યાદવ તથા સંજય મિશ્રા છે. ફિલ્મને અનીસ બઝ્મીએ ડિરેક્ટ કરી છે. કાર્તિક આ ઉપરાંત 'ફ્રેડી' તથા 'શહઝાદા'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.