કાર્તિક આર્યને શાહિદ કપૂરનો ફ્લેટ ભાડે લીધો!:45 લાખ રૂપિયા સિક્યોરિટી તરીકે આપ્યા, મહિનાનું ભાડું 7.5 લાખ રૂપિયા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાર્તિક આર્યન છેલ્લાં ઘણાં સમયથી પોતાના માટે ઘર શોધતો હતો. હવે ચર્ચા છે કે તેણે શાહિદ કપૂરનો જુહૂનો ફ્લેટ ભાડે લીધો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કાર્તિકે આ ફ્લેટ ત્રણ વર્ષ માટે લીધો છે અને 45 લાખ રૂપિયા સિક્યોરિટી આપી છે.

દર વર્ષે ભાડામાં 7%નો વધારો થશે
'ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, પહેલા વર્ષે ભાડું 7.50 લાખ રૂપિયા પ્રતિ મહિનો રહેશે. બીજા વર્ષે 7%નો વધારો થશે અને ભાડું 8.02 લાખ થશે અને ત્રીજા વર્ષે ભાડું 8.58 લાખ રહેશે.

શાહિદનો ફ્લેટ ઘણો જ આલીશાન છે
શાહિદનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને તે 3681 સ્ક્વેરફુટમાં ફેલાયેલો છે. બે કાર પાર્કિંગ સ્લોટ છે. કાર્તિકની માતા માલા તિવારી તથા શાહિદની પત્ની મીરા રાજપૂતે ડ્યૂટી તથા 36 મહિનાના લીઝ રજિસ્ટ્રેશન પ્રોસેસ પર કામ કર્યું છે. 12 જાન્યુઆરીના રોજ આ પ્રોસેસ પૂરી કરવામાં આવી હતી.

હાલમાં શાહિદ પ્રભાદેવીમાં રહે છે
તાજેતરમાં જ શાહિદ તથા મીરા પ્રણેતા બિલ્ડિંગનું અપાર્ટમેન્ટ છોડીને પ્રભાદેવી સ્થિત આલીશાન ડુપ્લેક્સમાં શિફ્ટ થયા છે. આ ડુપ્લેક્સ શાહિદ-મીરાએ 2018માં 55.60 કરોડમાં ખરીદ્યું હતું. આ ડુપ્લેક્સ 8625 સ્ક્વેરફુટમાં છે. કાર્તિક આર્યન વર્સોવામાં 459 સ્ક્વેરફુટના ફ્લેટમાં રહે છે. આ ફ્લેટ તેણે 2019માં 1.60 કરોડમાં ખરીદ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...