રિલીઝ ડેટ ચેન્જ:જ્હોન અબ્રાહમ એક્ટર સલમાન ખાન સામે ટકરાશે, હવે ઈદ પર 'રાધે'ની સાથે જ 'સત્યમેવ જયતે 2' રિલીઝ થશે

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ 'સત્યમેવ જયતે 2'ની નવી રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ હવે 13 મે એટલે કે ઈદના દિવસે રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ 14 મેના રોજ રિલીઝ થવાની હતી. રિલીઝ ડેટની જાહેરાત જ્હોને ફિલ્મના નવા પોસ્ટર સાથએ કરી હતી. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળશે.

જ્હોને પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, ''આ ઈદ, સત્ય vs જય લડશે. આ વર્ષએ બંને ભારત માતાના લાલ. 'સત્યમેવ જયતે 2' 13 મે એટલે કે ઈદના દિવસે રિલીઝ થશે.' પોસ્ટરમાં જ્હોન ડબલ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મને મિલાપ ઝવેરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જ્હોન ઉપરાંત દિવ્યા કુમાર ખોસલા પણ છે. ટી સિરીઝે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.

ઈદ પર જ્હોન vs સલમાન
'સત્યમેવ જયતે 2'ની નવી રિલીઝ ડેટ સામે આવતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જ્હોને સીધી રીતે સલમાન સામે ટક્કર લીધી છે. સલમાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ઈદ પર રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું છે કે બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ વધારે ચાલશે.

જ્હોન ફિલ્મમાં સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે જોવા મળશે
'સત્યમેવ જયતે 2'માં જ્હોન સોશિયલ એક્ટિવિસ્ટના રોલમાં જોવા મળશે. બીજા રોલમાં તે દુશ્મોનોનો ખાત્મો કરતો જોવ મળશે. ફિલ્મમાં જ્હોન સત્યાગ્રહ તથા હિંસા બંનેના માધ્યમથી ભ્રષ્ટાચાર કરનારાને પર્દાપાઠ ભણાવશે.

ડબલ રોલ માટે જ્હોને 10-12 કિલો વજન ઘટાડ્યું
સૂત્રોના મતે, આ ફિલ્મ માટે જ્હોને 10થી 12 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં એક્શન સીન્સ ઘણાં છે.

અન્ય સમાચારો પણ છે...