તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિસ્સો:જેકી શ્રોફની પત્ની આયેશાએ ગુંડાઓને ધોઈ નાખ્યા હતા, જોઈને એક્ટરને ડર લાગ્યો હતો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેકી શ્રોફે હાલમાં જ ટીવી શો 'ડાન્સ દીવાને 3'માં પત્ની આયેશા અંગે વાત કરી હતી. જેકીએ કહ્યું હતું કે એકવાર આયેશાએ તેને તથા મિત્રોને બચાવ્યા હતા. શોમાં હોસ્ટ રાઘવે સુનીલ શેટ્ટી તથા જેકી શ્રોફને સવાલ કર્યો હતો કે તે પોતાની પત્નીઓથી ડરે છે? જેના જવાબમાં બંનેએ હા પાડી હતી. ઉલ્લેખનીય છે કે સુનીલની પત્નીનું નામ માના શેટ્ટી છે.

જેકીએ કહ્યું, હંમેશાંથી ડરતો આવ્યો છું
જેકીએ કહ્યું હતું કે આયેશાએ ગુંડાઓને માર માર્યો હતો અને આ ઘટના તેમણે નજરે નિહાળી હતી. બસ ત્યારથી જ તે આયેશાથી ડરે છે. જેકીએ વધુમાં કહ્યું હતું કે તેમનું તો માત્ર નામ જ જેકીદાદા છે. તે હંમેશાંથી આયેશાથી ડરે છે. આયેશાએ મુંબઈના નેપિયન્સ રોડ પર મારામારી કરી હતી. જેકીએ આગળ કહ્યું હતું કે તેની તથા તેના મિત્ર વચ્ચે કંઈક બન્યું હતું અને પછી મોટી ગેંગ તેમને મારવા આવી ગઈ હતી. અહીંયા પત્નીએ ગેંગને ફટકારી હતી. આ જોયા બાદ તે ડરી ગયા હતા.

13 વર્ષની ઉંમરમાં આયેશા પહેલી વાર જેકીને મળી હતી
આયેશા જ્યારે 13 વર્ષની હતી ત્યારે જેકીને મળી હતી. નાની ઉંમરમાં જ આયેશાને લાગ્યું કે તેણે આ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે. 1987માં બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેને એક દીકરો ટાઇગર શ્રોફ તથા દીકરા કૃષ્ણા શ્રોફ છે. જેકી હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ'માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત અક્ષય કુમાર સાથે ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળશે.