સો.મીડિયા:જેકી શ્રોફે કુંભારના ચાકડાની તસવીર શૅર કરીને કહ્યું, માટી સે પૂછ, આજ સિકંદર કહાં હૈં

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

63 વર્ષીય જેકી શ્રોફે હાલમાં જ સોશિયલ મીડિયામાં કુંભારના ચાકડાની એક તસવીર શૅર કરી હતી. જેકી શ્રોફ કુંભારના ચાકડામાં માટીના વાસણ બનાવી રહ્યાં હતાં. આ તસવીર સાથે તેમણે એક મેસેજ શૅર કર્યો હતો. આ મેસેજમાં તેમણે જીવનને લઈ બોધપાઠ આપ્યો હતો. 

નમ્રતાને લઈ સંદેશ આપ્યો
પોતાની તસવીર શૅર કરીને જેકીએ કહ્યું હતું, માટીને પૂછ, આજે સિકંદર ક્યાં છે? આ તસવીરમાં જેકી તદ્દન સામાન્ય બ્લૂ શર્ટ તથા વ્હાઈટ પાયજામામાં જોવા મળે છે. બંને હાથમાં માટીનું વાસણ છે. જેકીના પગ પણ માટીવાળા છે. આ તસવીર પર સેલેબ્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે જેકી શ્રોફ હાલમાં મુંબઈ-પૂણે સ્થિત પોતાના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યાં છે. અહીંયા તેઓ તથા તેમની સાથે તેમનો સ્ટાફ છે. તેમની પત્ની આયેશા, દીકરી ક્રિષ્ના તથા દીકરો ટાઈગર મુંબઈમાં છે.

જેકી પર્યાવરણને લઈ સજાગ છે
જેકી પર્યાવરણને લઈ ઘણાં જ સજાગ છે. તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર વૃક્ષો વાવતા હોય તેવા પુષ્કળ વીડિયો તથા ફોટો છે. વર્ષ 2019માં જેકી શ્રોફને ટ્રી પ્લાન્ટિંગ ઈવેન્ટમાં બોલાવવામાં આવ્યા હતાં. તેમણે અહીંયા ટિપિકલ મુંબઈ સ્ટાઈલમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘ઝાડ લગા કે મૈંને કોઈ ઉપકાર નહીં કિયા હિન્દુસ્તાન પે ના દુનિયા પે. સબ કા કામ હૈં લગાને કા, લગાઓ. નહીં લગાને કા હૈં તો મરો જા કે. વહી હોને વાલા હૈં, અપુન કો અપને બચ્ચે કે બચ્ચે કા સોચને કા હૈં. અપુન કા દાદા કબર મૈં હૈં. બાકી ભી તો આયેંગે અપને પીલ્લે, અપના ટાઈગર બાબા કા ભી છોટા ટાઈગર આયેંગા, આપ લોગો કા આયેંગા, સબ ટાઈગર ઘર મૈં હૈં...તો સમજા કરો ભીડુ, ઉનકે લિયે અમને કો છોડને કા ઝાડ-પાન, ખાના સહી, પાની સહી, હવા સહી...બાકી લોગો કે દિમાગ મૈ ઝેહર વૈસી હી કમ હો જાયેંગા...મેરે કો બોલને કો નહીં આતા....

જેકી શ્રોફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ છેલ્લે દીકરા ટાઈગર સાથે ફિલ્મ ‘બાગી 3’માં જોવા મળ્યાં હતાં. હવે, તેઓ અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’, સલમાનની ફિલ્મ ‘રાધે’ તથા જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘મુંબઈ સાગા’માં મહત્ત્વના રોલમાં જોવા મળશે. 

અન્ય સમાચારો પણ છે...