અલવિદા કલાકાર:ઈરફાન ખાનને અંધેરીના વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા, પરિવાર-નિકટના મિત્રો હાજર રહ્યાં

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈરફાન ખાનના નિધનના ન્યૂઝ સાંભળીને પરિવારના નિકટના સભ્યો તથા મિત્રો કોકિલાબેન હોસ્પિટલ દોડી આવ્યા હતાં. અહીંયા ઈરફાનની પત્ની સુતપા બંને દીકરાઓ અયાન તથા બાબિલ સાથે જોવા મળી હતી. કોરોનાવાઈરસને કારણે દરેકે માસ્ક તથા પ્રોટેક્ટિવ કિટ્સ પહેરી હતી. 

ઈરફાન ખાનની પત્ની સુતપા તથા પરિવારના સભ્યો અને મિત્રો
ઈરફાન ખાનની પત્ની સુતપા તથા પરિવારના સભ્યો અને મિત્રો
ઈરફાનનો મોટો દીકરો બાબિલ
ઈરફાનનો મોટો દીકરો બાબિલ

મક્કમતાથી લડ્યાં
ઈરફાન ખાનના સ્પોકપર્સને એક નિવેદનમાં કહ્યું હતું, ઈરફાન ખાનને મુંબઈમાં વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં ત્રણ વાગે સુપુર્દે-એ-ખાક કરવામાં આવ્યા હતાં. પરિવાર, નિકટના સંબંધીઓ તથા મિત્રો હાજર રહ્યાં હતાં. એક્ટરની આત્માને શાંતિ મળે તે માટે દરેકે પ્રાર્થના કરી હતી. તેમણે ઘણી જ મક્કમતાથી બીમારીનો સામનો કર્યો હતો. 

તિગ્માંશુએ કહ્યું, આટલો નાનકડો જનાજો જોઈને દુઃખ થયું

ફિલ્મમેકર તિગ્માંશુ ધુલિયા પણ કોકિલાબેન હોસ્પિટલમાં માસ્ક સાથે જોવા મળ્યા હતાં. તેમણે કહ્યું હતું કે તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના દિવસોથી ઈરફાનને ઓળખતા હતાં. તે તેમના કરતાં બે વર્ષ અહીંયા સીનિયર હતાં. કોરોનાવાઈરસ દરમિયાન આટલા મોટા એક્ટરનું નિધન થયું. આટલી નાની અંતિમ યાત્રા જોઈને ઘણું જ દુઃખ થયું. મુંબઈમાં રહેવા છતાંય તે અંતિમ યાત્રામાં જઈ શક્યા નહીં અને તેનું તેમને પારાવાર દુઃખ છે. ઉલ્લેખનીય છે કે ઈરફાને તિગ્માંશુ સાથે ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન’, ‘પાન સિંહ તોમર’, ‘હાંસિલ’, ‘ફૂસરત મૈં’, ‘એક શામ કી મુલાકાત’, ‘ભરોં કી ખાલિયા ફૂલ’ તથા ‘નયા દૌર’માં સાથે કામ કર્યું છે. 

કોકિલાબેન હોસ્પિટલમાં તિગ્માંશુ ધૂલિયા
કોકિલાબેન હોસ્પિટલમાં તિગ્માંશુ ધૂલિયા

2018માં ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર થયું હતું
ઈરફાન ખાને વર્ષ 2018માં પોતાની બીમારીને લઈ ખુલાસો કર્યો હતો. તેમને રેર ગણાતી બીમારી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર હતું. તેની સારવાર લંડનમાં કરાવી હતી. છેલ્લાં કેટલાંક સમયથી ઈરફાન ખાન મુંબઈમાં રહેતા હતાં. થોડાં સમય પહેલાં તેમને કોલન ઈન્ફેક્શન (પાચનનો એક જાતનો રોગ) થયું હતું અને તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. અહીંયા જ તેમણે 29 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતાં.  

હોસ્પિટલની બહાર ઈરફાનની પત્ની સુતપા
હોસ્પિટલની બહાર ઈરફાનની પત્ની સુતપા
ઈરફાન ખાનનો જનાજો
ઈરફાન ખાનનો જનાજો
હોસ્પિટલની બહાર વિશાલ ભારદ્વાજ
હોસ્પિટલની બહાર વિશાલ ભારદ્વાજ
હોસ્પિટલની બહાર કોમેડી કિંગ કપિલ શર્મા
હોસ્પિટલની બહાર કોમેડી કિંગ કપિલ શર્મા
હોસ્પિટલની બહાર સિંગર મિકા સિંહ
હોસ્પિટલની બહાર સિંગર મિકા સિંહ
અન્ય સમાચારો પણ છે...