સો.મીડિયા પોસ્ટ:આમિર-કિરણના ડિવોર્સની જાહેરાત બાદ ભાણીયા ઈમરાનની પત્નીએ કહ્યું, તમે ક્યારેય સમસ્યાથી ભાગી શકતા નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • આમિર-કિરણે 15 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાની જાહેરાત કરી

આમિર ખાન તથા કિરણ રાવના ડિવોર્સની જાહેરાત બાદ એક્ટરના ભાણીયા ઈમરાન ખાનની પત્ની અવંતિકા મલિકે સો.મીડિયામાં રાઇટર જુનોટ ડાયઝનું એક વાક્ય લખ્યું છે. આ વાક્યમાં સમસ્યાથી ભાગવું જોઈએ નહીં તેમ કહેવામાં આવ્યું છે.

અવંતિકાએ શું પોસ્ટ કર્યું?

અવંતિકાએ સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું, જો આ વર્ષોએ મને કંઈ પણ શીખવ્યું હોય તો તે આ છેઃ તમે ક્યારેય ભાગી શકતા નથી. ક્યારેય નહીં. રસ્તો માત્રને માત્ર તેની અંદર જ રહેલો છે - જુનોટ ડાયઝ.

2019માં ઈમરાન-અવંતિકા અલગ થયાની સમાચાર આવ્યા હતા
2019માં ઈમરાન તથા અવંતિકા અલગ થયા હોવાની વાત સામે આવી હતી. જોકે, બંનેમાંથી એકેય આજ સુધી પોતાના અંગત સંબંધો અંગે વાત કરી નથી.

બચત બધી વપરાઈ ગઈ
સૂત્રોના મતે, ઈમરાન ખાન ઘરે રહીને નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ ગયો હતો. આટલું જ નહીં તેમની બચત પણ ધીમે ધીમે ખલાસ થતી જતી હતી. અંતે, અવંતિકાએ પોતાના પરિવાર પાસે ઘર ચલાવવા માટે મદદ પણ માગી હતી. ઈમરાન તથા અવંતિકા વચ્ચે રોજ ઝઘડાઓ થતાં હતાં અને તેની નેગેટિવ અસર દીકરી ઈમારા પર પડતી હતી. અવંતિકા હવે વધુ સહન કરવા તૈયાર નહોતી અને તેથી જ તેણે પરિવારને બોલાવીને તમામ વાત કરી હતી. પરિવારે બંનેને ભેગા કરવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નહીં. અવંતિકા દીકરીને લઈ પિયર જતી રહી છે અને બંને પોતાના લગ્નને થોડો સમય આપવા માગે છે. જોકે, હજી સુધી બંનેમાંથી એકે પણ ડિવોર્સની અરજી કરી નથી પરંતુ બંને અલગ જ રહે છે.

2011માં લગ્ન કર્યાં હતાં
ઈમરાન ખાન તથા અવંતિકાએ આઠ વર્ષના ડેટિંગ બાદ 2011મા લગ્ન કર્યાં હતાં. 2014મા અવંતિકાએ દીકરી ઈમારાને જન્મ આપ્યો હતો. ઈમરાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈમરાન છેલ્લે 2015મા ફિલ્મ 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ 2018મા ઈમરાન ખાને શોર્ટ ફિલ્મ 'મિશન માર્સઃ કિપ વોકિંગ ઈન્ડિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 20 મિનિટની હતી.

અન્ય સમાચારો પણ છે...