3 મેના રોજ વિશ્વભરમાં ઈદનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આઈરાએ પોતાના ઘરમાં ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું. આઈરાએ સો.મીડિયામાં ઈદ પાર્ટીની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાંથી એક તસવીરમાં આમિર ખાનનો ભાણીયો ઈમરાન ખાન જોવા મળે છે. ઈમરાન ખાન ઓળખી ના શકાય તે હદે બદલાયેલો જોવા મળ્યો હતો.
આઈરાએ તસવીરો શૅર કરી
આઈરાએ ઈદ પાર્ટીની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'શું તમને ખ્યાલ છે કે તમે લગ્ન થાય ત્યાં સુધી જ તમને ઈદી મળે છે? મેં વિચાર્યું કે જ્યારે તમે પુખ્ત વયના (18) થઈ જાવ છો પછી બધું જ પૂરું થઈ જાય છે. ઝયાન ખાન તથા અભિષેક સાહા... હા હા.. તમે રોજ મને કંઈકને કંઈક નવું શીખવાડો છે. ઈદ મુબારક.' આ તસવીરોમાં આઈરા પોતાના કઝિન ભાઈ ઈમરાન ખાન સાથે જોવા મળી હતી. આઈરા અન્ય તસવીરોમાં બોયફ્રેન્ડ નુપૂર તથા મિત્ર સાથે જોવા મળી હતી.
ઈદ પહેલાં જોવા મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ઈદના થોડાં દિવસ પહેલાં જ દીકરી સાથે જોવા મળ્યો હતો.
બોલિવૂડમાં 2015 બાદથી નથી જોવા મળ્યો
ઈમરાન ખાન 2015માં 'કટ્ટ બટ્ટી'માં કંગના રનૌત સાથે જોવા મળ્યો હતો. ત્યાર પછી તે એક પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. 2018માં ઈમરાને 'મિશન માર્સઃ કીપ વૉકિંગ ઇન્ડિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તસવીરમાં જોઈ શકાય છે કે ઈમરાનનો લુક ઘણો જ બદલાઈ ગયો છે અને તે ઓળખી પણ શકાતો નથી. તસવીરમાં ઈમરાન પઠાની કુર્તા પાયજામામાં જોવા મળે છે. ઈમરાન ખાનની આ તસવીરો વાઇરલ થઈ છે.
2008માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
ઈમરાને 2008માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જાને તુ યા જાને ના'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ઘણી જ હિટ રહી હતી. આ પહેલાં ઈમરાને 'કયામત સે કયામત તક' તથા 'જો જીતા વહી સિકંદર'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. 2018માં એ વાત સામે આવી હતી કે ઈમરાન ખાને એક્ટિંગને અલવિદા કહી દીધું છે. ઈમરાને સો.મીડિયા અકાઉન્ટ્સ પણ બંધ કરી દીધા છે.
પત્નીથી અલગ રહે છે
ઈમરાન ખાન પત્ની અવંતિકાથી છેલ્લાં ઘણાં વર્ષોથી અલગ રહે છે. બંનેએ હજી સુધી ડિવોર્સ લીધા નથી. ઈમરાન ખાન તથા અવંતિકાએ આઠ વર્ષના ડેટિંગ બાદ 2011માં લગ્ન કર્યાં હતાં. 2014માં અવંતિકાએ દીકરી ઈમારાને જન્મ આપ્યો હતો. જોકે, છેલ્લાં ઘણાં સમયથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હોવાથી અલગ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.