રોશન પરિવાર માટે સ્પેશિયલ છે સબા આઝાદ:હૃતિકની 'ગર્લફ્રેન્ડ'ને ઘરની યાદ આવી તો રોશન પરિવારે ખાસ રીતે ધ્યાન રાખ્યું

મુંબઈ7 મહિનો પહેલા
  • હૃતિક રોશન સિંગર સબા સાથેના સંબંધો અંગે ઘણો જ ગંભીર છે અને તે લગ્ન કરવા માગે છે

હૃતિક રોશન સિંગર-એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છે. બંને ફેમિલી લંચમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં સબાને ઘરની યાદ સતાવી રહી છે. આ દરમિયાન રોશન પરિવાર સબાને લાડ લડાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હૃતિક કથિત પ્રેમિકા સબા કરતાં 16 વર્ષ મોટો છે.

સબાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
સબાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં પિત્ઝા તથા પાસ્તા જોવા મળે છે અને આ જમવાનું હૃતિક રોશનના પરિવારે મોકલાવ્યું હોય છે. સબાએ રોશન પરિવારને બેસ્ટ ગણાવ્યો હતો. તેમે કહ્યું હતું, 'જ્યારે તમને ઘરની યાદ સતાવે, પરંતુ તમારી પાસે બેસ્ટ હૂમન (વાનગીનું નામ) ખાવા માટે હોય.' ઉલ્લેખનીય છે કે હૃતિકની કાકી કંચન રોશન, એક્ટ્રની બહેન સુનૈનાની દીકરી સુરાનિકા તથા કાકાની દીકરી પશમિનાએ સબાને પિત્ઝા તથા પાસ્તા મોકલાવ્યા હતા.

સબાની સો.મીડિયા પોસ્ટ.
સબાની સો.મીડિયા પોસ્ટ.

હૃતિકે સબા માટે પોસ્ટ શૅર કરી હતી
ઉલ્લેખનીય છે કે સબા આઝાદની મ્યૂઝિક કોન્સર્ટ પૂર્વ પ્રેમી અને મ્યૂઝિક પાર્ટનર ઈમાદ શાહ શુક્રવાર, 25 ફેબ્રુઆરીના રોજ પુનામાં યોજાઈ હતી. કોન્સર્ટ પહેલાં હૃતિક રોશને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'કિલ ઇટ ગાય્સ.' ઉલ્લેખનીય છે કે ઈમાદ તથા સબાનું મેડબોય/મિંક નામનું ઇલેક્ટ્રો ફંડ બેન્ડ છે. કોન્સર્ટ પહેલાં હૃતિકે પ્રેમિકાને શુભેચ્છા પાઠવી હતી.

હૃતિકની સો.મીડિયા પોસ્ટ.
હૃતિકની સો.મીડિયા પોસ્ટ.

સબાએ રોશન પરિવાર સાથે લંચ લીધું હતું
તાજેતરમાં જ રાજેશ રોશનના જન્મદિવસ પર પરિવારે લંચ ઓર્ગેનાઇઝ કર્યું હતું. આ સમયે સબા આઝાદ પણ સાથે જોવા મળી હતી.

રોશન પરિવાર સાથે સબા.
રોશન પરિવાર સાથે સબા.

લગ્ન કરવા માગે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક આ સંબંધ અંગે ઘણો જ ગંભીર છે. તે સબા સાથે લગ્ન કરવા માગે છે.

2014માં ડિવોર્સ થયા
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. ડિવોર્સ બાદ સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનીના ભાઈ અર્સલાન ગોનીને ડેટ કરે છે. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે.