તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી પ્રોપર્ટી:રીતિકે 97.50 કરોડ રૂપિયામાં 2 સી-ફેસિંગ અપાર્ટમેન્ટ ખરીદ્યા, 10 પાર્કિંગ સ્લોટની સાથે એક્સક્લુઝિવ લિફ્ટ પણ મળી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રીતિક રોશને હાલમાં જ મુંબઈમાં બે નવા અપાર્ટમેન્ટ ખરીદ્યા છે. રિપોર્ટ પ્રમાણે, રીતિકે જુહૂ વર્સોવા લિંક રોડ સ્થિત મન્નત નામની બિલ્ડિંગમાં સી-ફેસિંગ અપાર્ટમેન્ટ 97.50 કરોડ રૂપિયામાં લીધા છે. આ બંને અપાર્ટમેન્ટ 14, 15 તથા 16મા માળે છે, આમાંથી એક પેન્ટહાઉસ છે. રીતિક આ બંને અપાર્ટમેન્ટને એક કરવાના પ્લાનિંગમાં છે.

બિલ્ડરે ઓપન ટૂ ધ સ્કાય ટેરેસની ઓફર કરી હતી
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, રીતિકે આ બંને ફ્લેટ સમીર ભોજવાણી નામના બિલ્ડર પાસેથી ખરીદ્યા છે. સમીરે 6500 સ્કેવર ફૂટનું ઓપન ટૂ ધ સ્કાય ટેરેસ, 10 પાર્કિંગ સ્લોગ તથા એક્સક્લુઝિવ લિફ્ટની ઓફર આપી હતી. થોડાં મહિના પહેલા જ રીતિકે આ ડીલ ફાઈનલ કરી હતી.

15 તથા 16મા માળે ફ્લેટ્સ
રીતિકના બંને ફ્લેટ 15 તથા 16મા માળે છે. 15મા માળે રહેલો ફ્લેટ 27,534.85 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે, રીતિકે આ ફ્લેટ માટે 67.50 કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે 16મા માળે રહેલો ફ્લેટ 11,165 સ્કેવરફૂટનો છે. આ ફ્લેટ રીતિકને 30 કરોડમાં પડ્યો છે. રીતિકે બંને ફ્લેટનું રજિસ્ટ્રેશન અલગ-અલગ કરાવ્યું છે. બંને માટે 1.95 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી છે. હાલમાં આ બિલ્ડિંગ બને છે.

રોશન પરિવાર જૂન 2020થી ભાડે રહે છે
રોશન પરિવારે જૂન 2020માં જુહૂમાં અપાર્ટમેન્ટ ભાડે લીધું છે અને તેઓ દર મહિને 8.25 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે. રીતિકનો પોતાનો ફ્લેટ જુહૂમાં આવેલો છે, જે 3000 સ્કેવરફૂટ તથા ચાર બેડરૂમનો છે.

'ક્રિશ 4'માં કામ કરશે
રીતિક રોશન હોમપ્રોડક્શન ફિલ્મ 'ક્રિશ 4'માં કામ કરશે. આ વર્ષની શરૂઆતમાં રીતિકે એક ટ્વીટમાં 'જાદુ' પરત આવશે, તેની વાત કરી હતી. જાદુ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'કોઈ મિલ ગયા'નું કેરેક્ટર (એલિયનનું નામ) છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો