હૃતિક રોશન 'મન્નત'માં રહેશે?:એક્ટર 16 વર્ષ નાની પ્રેમિકા સબા સાથે 100 કરોડના ફ્લેટમાં લિવ ઇનમાં રહેશે

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં હાલમાં હૃતિક રોશન ને તેની 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદની ચર્ચા છે. હૃતિક તથા સબા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. બંને થોડાં સમય પહેલાં જ લંડનમાં વેકેશન સેલિબ્રેટ કરવા ગયા હતા. બંને વિવિધ ઇવેન્ટ્સમાં સાથે પણ જોવા મળે છે. બંને હવે લિવ ઇનમાં રહેવાનું વિચારી રહ્યા છે.

હૃતિક રોશન તથા સબા સાથે સાથે રહેશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક રોશન તથા સબા છેલ્લાં થોડાં સમયથી સાથે રહેવાનું વિચારી રહ્યા છે. એક્ટર પોતાના મન્નત અપાર્ટમેન્ટમાં સબા સાથે લિવ ઇનમાં રહેશે. હાલમાં હૃતિક રોશનનું આ ઘર રિનોવેટ થઈ રહ્યું છે. બંને ટૂંક સમયમાં અહીંયા શિફ્ટ છે.

100 કરોડમાં અપાર્ટમેન્ટ ખરીદ્યા
હૃતિક રોશને ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઈમાં 100 કરોડના અપાર્ટમેન્ટ લીધા હતા. હૃતિક રોશને 15 તથા 16મા માળે આ ફ્લેટ ખરીદ્યા હતા. 15મા માળે આવેલો ફ્લેટ ડુપ્લેક્સ છે. હૃતિકે ડુપ્લેક્સ 67.50 કરોડમાં તથા અન્ય ફ્લેટ 30 કરોડમાં ખરીદ્યો હતો. આ ફ્લેટમાંથી અરબી સમુદ્ર દેખાય છે.

હાલમાં જ હૃતિકે 33 કરોડની ઓફિસ ખરીદી
હૃતિકે પિતા રાકેશ રોશન સાથે મળીને પ્રોડક્શન હાઉસ ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન માટે મેરેથોન ફ્યુચરેક્સમાં ચાર ઓફિસ ખરીદી હતી. આ માટે 33 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને બે કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવવામાં આવી છે.

હૃતિક-સબાએ નહીં, પણ પૂજાએ બંનેના રિલેશન કન્ફર્મ કર્યા
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં એક્ટ્રેસ પૂજા બેદીએ કહ્યું હતું કે હૃતિક તથા સબાને તેમના જીવનમાં ફરીથી પ્રેમ મળ્યો, બંને એકબીજાને ઘણો જ સપોર્ટ કરે છે અને આદર આપે છે. જોકે હૃતિક કે સબાએ હજી સુધી પોતાના રિલેશન અંગે કોઈ વાત કરી નથી. મે મહિનામાં કરન જોહરે 50મી બર્થડેની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં હૃતિક તથા સબા એકબીજાનો હાથ પકડીને આવ્યા હતા.

કેવી રીતે પહેલી મુલાકાત થઈ?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક તથા સબાની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડના માધ્યમથી થઈ હતી. આ કોમન ફ્રેન્ડ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો છે. પહેલી મુલાકાત બાદથી જ બંને એકબીજાના કોન્ટેક્ટમાં રહેવા લાગ્યા હતા. હાલમાં બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા.

કોણ છે સબા આઝાદ?
સબાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તરત ઈશાન નાયરની શોર્ટ ફિલ્મ ગુરુરથી કરી હતી. તેના પછી સબાએ દિલ કબડ્ડી ફિલ્મથી વર્ષ 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 'દિલ કબડ્ડી'માં સબા રાહુલ બોસની સાથે લીડ રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ તે ન્યૂકમર સાકિબ સલીમની સાથે 'મુઝસે ફ્રેન્ડશિપ કરોંગે'માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. એક્ટિંગ ફિલ્ડ બાદ સબાએ સિગિંગ ફિલ્ડમાં કરિયર બનાવી હતી હૃતિક રોશન પહેલા સબા આઝાદનું નામ એક્ટર ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે. ઈમાદ નસીરુદ્દીન શાહનો પુત્ર છે. ફિલ્મ અને ગીત ઉપરાંત સબાએ કમર્શિયલ એડ પણ કરી છે. સબા કેડબરી, પોન્ડસ, મેગી, ટાટા સ્કાય, ગૂગલ, કિટ કેટ, વોડાફોન, સનસિલ્ક, નેસકેફે, એરટેલની એડમાં જોવા મળી છે.

હૃતિકના 2014માં ડિવોર્સ થયા
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. સુઝાન ખાન અર્સલાન ગોનીને ડેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...