તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમબેકની ચર્ચા:લાંબે સમયે જોવા મળેલો ફરદીન ખાન એકદમ ફિટ લાગ્યો, એક સમયે વધેલા વજનને કારણે મજાક ઊડી હતી

મુંબઈ4 મહિનો પહેલા

46 વર્ષીય બોલિવૂડ એક્ટર ફરદીન ખાન લાંબા સમય બાદ મુંબઈમાં જોવા મળ્યો હતો. ફરદીન ખાન એકદમ અલગ જ લુકમાં હતો. તે એકદમ ફિટ એન્ડ ફાઈન લાગતો હતો. ગ્રે ટી શર્ટ તથા બ્લેક જીન્સમાં ફરદીન હેન્ડસમ લાગતો હતો. ફરદીન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની વર્સોવા ઓફિસની બહાર સ્પોટ થયો હતો. ફરદીન બે વર્ષ પહેલાં એટલે કે 2018માં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફરદીન મોટાભાગનો સમય લંડનમાં પસાર કરતો હોય છે.

બોલિવૂડમાં કમબેક કરે તેવી શક્યતા
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની ઓફિસની બહાર સ્પોટ થતાં એવું માનવામાં આવે છે કે ફરદીન ખાન 10 વર્ષ પછી બોલિવૂડના કોઈ પ્રોજેક્ટથી કમબેક કરશે.

10 વર્ષથી બોલિવૂડથી દૂર
સ્વ. ફિરોઝ ખાનનો દીકરો ફરદીન ખાન છેલ્લે 2010માં 'દુલ્હા મિલ ગયા'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે બોલિવૂડ છોડીને લંડનમાં સેટલ થઈ ગયો હતો. જોકે, તે અવાર-નવાર લંડનથી મુંબઈ આવતો રહેતો હતો. ફરદીને 24ની ઉંમરમાં 1998માં ફિલ્મ 'પ્રેમ અગન'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'જંગલ', 'પ્યાર તૂને ક્યા કિયા', 'હમ હો ગયે આપકે', 'ખુશી', 'દેવ', 'પ્યાર મોહન', 'લાઈફ પાર્ટનર' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

2016માં ટ્રોલ થયો હતો
2016માં ફરદીન ખાન જ્યારે મુંબઈ આવ્યો ત્યારે ઘણો જ જાડો લાગતો હતો. આટલુ જ નહીં સોશિયલ મીડિયામાં ફરદીન ખાનની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. ત્યારબાદ ફરદીન ખાને ફેસબુક પર એક પોસ્ટ લખીને ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.

ફરદીન ખાન પરિવાર સાથે
ફરદીન ખાન પરિવાર સાથે

2017માં બીજીવાર પિતા બન્યો હતો
2017માં ફરદીનની પત્ની નતાશાએ દીકરા અઝરૂઈસને જન્મ આપ્યો હતો. ફરદીન ખાને 2005માં જાણીતી એક્ટ્રેસ મુમતાઝની દીકરી નતાશા માધવાણી સાથે લગ્ન કર્યાં હતાં. ફરદીન તથા નતાશાને એક પુત્ર તથા દીકરી દિયાની છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો