તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ વર્ષે દશેરાના વીકેન્ડમાં 'મૈદાન' તથા 'RRR' રિલીઝ થવાની છે. બંને ફિલ્મ ક્લેશ થવાની હોવાથી બોની કપૂર તથા એસ એસ રાજમૌલિ વચ્ચે વિવાદ થયો છે. હજી સુધી આ મુદ્દે રાજમૌલિનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી. તો રિપોર્ટ પ્રમાણે, બોની કપૂરે એક તેલુગુ ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજમૌલિ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને સૌથી અનપ્રોફેશનલ વ્યક્તિ કહ્યા હતા. આટલું જ નહીં બોનીએ 'બાહુબલી' ફૅમ ડિરેક્ટર રાજમૌલિ પર શ્રીદેવી વિરુદ્ધ કારણ વગરની વાતો કરવાનો આક્ષેપ પણ મૂક્યો છે.
'તેમને સીનિયર ફિલ્મ પર્સનાલિટીઝનું સન્માન કરતા આવડતું નથી'
બોનીએ રાજમૌલિ અંગે કહ્યું હતું, 'તેઓ એક અનપ્રોફેશનલ ફિલ્મમેકર છે. તેમને ખબર નથી કે સીનિયર ફિલ્મ પર્સનાલિટીઝનું સન્માન કેવી રીતે કરવામાં આવે.' બોનીએ આ સમયે એમ પણ કહ્યું હતું કે તેમની પત્ની શ્રીદેવીએ કેમ રાજમૌલિની ફિલ્મ 'બાહુબલી'માં શિવગામીની ભૂમિકા ભજવવાની ના પાડી હતી.
બોનીએ કહ્યું હતું, 'શ્રીદેવીને સ્ક્રિપ્ટ ગમી હતી અને તેણે પોતાના ઈનપુટ્સ પણ આપ્યા હતા. રાજમૌલિએ મને મેસેજ કરીને કહ્યું હતું કે શ્રીદેવીના ઈનપુટ્સ સારા છે. જોકે, શ્રીદેવીએ ફી ઓછી પડતી હોવાને કારણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારે તેના વિશે કારણ વગરની વાતો ફેલાવવામાં આવી હતી. શ્રીદેવી મોટી સ્ટાર હતી. તે કેવી રીતે ઓછા પૈસામાં કામ કરવા માટે તૈયાર થઈ શકે.'
કેમ વિવાદ થયો?
ગયા અઠવાડિયે એસ એસ રાજમૌલિએ જાહેરાત કરી હતી કે તેમની બહુ મહત્ત્વકાંક્ષી ફિલ્મ 'RRR' આ વર્ષે 13 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે રિલીઝ થશે. બોની કપૂરે છ મહિના પહેલાં જ એલાન કર્યું હતું કે તેમની અજય દેવગન સ્ટારર ફિલ્મ 'મૈદાન' દશેરા વીકેન્ડમાં 15 ઓક્ટોબરે રિલીઝ થશે.
જુનિયર NTR તથા રામ ચરણ સ્ટારર 'RRR'માં અજય દેવગન પણ મહત્ત્વના રોલમાં છે, તેથી બોની કપૂરને લાગે છે કે તેમની સાથે ચર્ચા કર્યા વગર રાજમૌલિએ પોતાની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી તે ખોટું છે. બોનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સમયે ઈન્ડસ્ટ્રીએ એક સાથે ઊભા રહેવાની જરૂર છે, ત્યાં રાજમૌલિ આવું કરતાં નથી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.