એક્ટરનું દુઃખ:બોબી દેઓલે કહ્યું, 'અમને ચાલાકી આવડતી નથી અને આ જ કારણે લોકો અમારો ફાયદો ઉઠાવે છે'

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર બોબી દેઓલે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેવી રીતે કેટલાંક લોકોએ થોડાં વર્ષો પહેલાં તેના પરિવારનો ફાયદો ઉઠાવ્યો હતો. આ અંગે વાત કરતાં બોબીએ કહ્યું હતું, 'અમે ઘણાં જ સિમ્પલ લોકો છીએ. અમને ચાલાકી આવડતી નથી. આ જ કારણે લોકો અમારો ફાયદો ઉઠાવે છે. ઘણાં લોકોની અમે મદદ કરી છે, પરંતુ તેમણે અમારો ફાયદો ઉઠાવ્યો છે, અમારું નામ ખરાબ કર્યું અને આગળ વધી ગયા.'

બોબીએ કિસ્સો શૅર કર્યો
વધુમાં બોબીએ કહ્યું હતું, 'આ બધું ઘણીવાર થાય છે, પરંતુ અમે સારા લોકો છીએ અને ભગવાન તમામને જોઈ રહ્યા છે. જ્યારે અમે બાળકો હતાં ત્યારે મારા પેરેન્ટ્સ કહેતા કે સારા વ્યક્તિ બનો, જમીન સાથે જોડાયેલા રહો અને પછી તમે જે ઈચ્છો તે જીવનમાં મેળવી શકો છો.'

દીકરા આર્યમાન સાથે બોબી દેઓલ. બોબીના બીજા પુત્રનું નામ ધરમ છે.
દીકરા આર્યમાન સાથે બોબી દેઓલ. બોબીના બીજા પુત્રનું નામ ધરમ છે.

બોબીએ કહ્યું, યંગ લોકો માટે અભ્યાસ જરૂરી
બોબીએ એમ પણ કહ્યું હતું કે યંગ લોકો બોલિવૂડમાં કામ કરવા માગે છે, તેમણે ભણવાની જરૂર છે, કારણ કે જો તેઓ કામ કરી શકતા નથી તો તેઓ બીજું કામ કરી શકે છે. તે ઈચ્છતો હતો કે તેના બાળકો અભ્યાસ પૂરો કરે. દીકરો બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. તે અભ્યાસ પૂરો કરે અને પછી જો તે ઇન્ડસ્ટ્રીમાં ફેલ થાય તો પણ તેની પાસે બીજું કામ કરવા લાયક હશે. આથી જ યંગ લોકો એક્ટર બને તે પહેલાં અભ્યાસ કરે તે જરૂરી છે. તે સ્ટારના દીકરા તરીકે આ સમયમાંથી પસાર થઈ ચૂક્યો છે.

ભાઈ તથા પિતા સાથે બોબી.
ભાઈ તથા પિતા સાથે બોબી.

'બરસાત'થી કરિયરની શરૂઆત કરી હતી
બોબીએ 1995માં ફિલ્મ 'બરસાત'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 'ગુપ્ત', 'સૈનિક', 'બાદલ', 'બિચ્છુ', 'અજનબી', 'હમરાઝ' સહિતની વિવિધ ફિલ્મમાં જોવા મળ્યો હતો. બોબી છેલ્લે 'લવ હોસ્ટેલ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બોબીની સાથે વિક્રાંત મેસી તથા સાન્ય મલ્હોત્રા હતા.

અન્ય સમાચારો પણ છે...