તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

'કુછ કુછ હોતા હૈ'ને 22 વર્ષ:કરન જોહરની ધર્મા પ્રોડક્શને અનુપમ ખેરને ટૅગ ના કરતા એક્ટરે મજાક ઉડાવી, કહ્યું- 'મેં પણ આ ફિલ્મમાં કામ કર્યું હતું.'

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

16 ઓક્ટોબરના રોજ કરન જોહર-શાહરુખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ને 22 વર્ષ પૂરા થયા છે. ધર્મા પ્રોડક્શને ફિલ્મને 22 વર્ષ પૂરા થતાં ફિલ્મનો એક વીડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો. આ વીડિયોમાં શાહરુખ ખાન, કાજોલ, રાની મુખર્જી, કરન જોહર તથા અપૂર્વ મહેતાને ટૅગ કરવામાં આવ્યા છે. આ વાત પર અનુપમ ખેરે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે આ અંગે ટ્વીટ કરી હતી.

શું કહ્યું અનુપમ ખેરે?
અનુપમ ખેરે ધર્મા પ્રોડક્શનની ટ્વીટ પર જવાબ આપતા કહ્યું હતું, 'દોસ્ત અમે પણ આ ફિલ્મમાં હતા, અમને પણ ટૅગ કરી દીધા હોત. કંઈ નહીં. આ ફિલ્મનો હિસ્સો બનીને ખુશ છું.'

ઉલ્લેખનીય છે કે 16 ઓક્ટોબર, 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરુખ-કાજોલ તથા રાની મુખર્જી મુખ્ય રોલમાં હતા, જ્યારે સલમાન ખાન, અનુપમ ખેર, અર્ચના પૂરણસિંહ, હિમાની શિવપુરી, ફરિદા જલાલ, સના સઈદ સપોર્ટિંગ રોલમાં હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મથી કરન જોહરે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

કાજોલ-કરને વીડિયો શૅર કર્યા
કરને વીડિયો શૅર કરીને કહ્યું હતું, '“#22yearsofKKHH.....જીવનભરની યાદો...તમારા પ્રેમનો હંમેશાં આભારી રહીશ.'

કાજોલે ફિલ્મની ત્રણ આઈકોનિક મોમેન્ટ્સનું કાર્ટૂન વર્ઝન શૅર કર્યું
કાજોલે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની ત્રણ આઈકોનિક મોમેન્ટ્સ કાર્ટૂન તરીકે શૅર કરી હતી, જેમાં કાજોલના ત્રણ સંવાદો હતાં- 'મેરા પેહલા પ્યાર અધૂરા રેહ ગયા રિફાત બી...', 'કુછ કુછ હોતા હૈ રાહુલ, તુમ નહીં સમજોગે', 'રાહુલ ઈઝ ચીટર, હી ઈઝ અ ચીટર, ચીટર...'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો