અન્નુ કપૂરે આમિર ખાનનું અપમાન કર્યું?:'લાલ સિંહ ચઢ્ઢા' અંગે સવાલ કર્યો તો જવાબમાં કહ્યું- કોણ છે તે?

મુંબઈ2 મહિનો પહેલા

એક્ટર અન્નુ કપૂરને હાલમાં જ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' અંગે સવાલ કરવામાં આવ્યો હતો. અન્નુ કપૂરના જવાબથી ચાહકોને નવાઈ લાગી હતી. કોઈને પણ અન્નુ કપૂરના જવાબ પર વિશ્વાસ થયો નહીં. હાલમાં જ અન્નુ કપૂર 'હમ દો હમારે બારહ'ની પોસ્ટર લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. અહીંયા અન્નુ કપૂરને આમિર ખાનની અપકમિંગ ફિલ્મ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

આમિર ખાનથી નારાજ છે?
અન્નુ કપૂરનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક જર્નલિસ્ટે અન્નુ કપૂરને સવાલ કર્યો હતો કે આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થવાની છે. આ અંગે અન્નુ કપૂરે કહ્યું હતું, 'એવું છે કે હું ફિલ્મ જોતો નથી. મને આ અંગે કંઈ જ ખબર નથી.' ત્યારબાદ અન્નુ કપૂરના મેનેજરે દરમિયાનગિરી કરી હતી અને કહ્યું હતું કે નો કમેન્ટ્સ.

'હું ના મારી ફિલ્મ જોઉઁ છું કે ના બીજાની, તો શું કહું?'
પછી અન્નુ કપૂરે જવાબ આપ્યો હતો, 'નો કમેન્ટ્સ નહીં. હું મૂવી જ જોતો નથી. ના મારી કે ના બીજાની. મને ખ્યાલ જ નથી કે આ કોણ છે. તો હું કેવી રીતે કહું? હું સાચું કહું છે. મને આ અંગે કોઈ જ આઇડિયા નથી.'

વીડિયો વાઇરલ
અન્નુ કપૂરનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. યુઝર્સને ખ્યાલ નથી આવતો કે અન્નુ કપૂરને આખરે કેવી રીતે 'લાલ સિંહ ચઢ્ઢા' અંગે ખ્યાલ નથી. આ ફિલ્મ અંગે જોરશોરથી વિવાદ થઈ રહ્યો છે. આ ઉપરાંત એક્ટર હોવાને કારણે તે ફિલ્મ ના જુએ તે વાત પણ સમજની બહાર છે.

યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું
એક યુઝરે સવાલ કર્યો હતો કે જ્યારે તમે ફિલ્મ નથી જોતા તો ઇન્ડસ્ટ્રીમાં કામ કેમ કરો છો? અન્ય એક યુઝરે કહ્યું હતું કે સાચે જ નથી ખબર કે આમિર ખાન કોણ છે. તો ઘણાં યુઝર્સે અન્નુ કપૂરના રિએક્શનને ઘણું જ અપમાનભર્યું તથા ખરાબ બતાવ્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અન્નુ કપૂર ફિલ્મ 'ચેહરે'માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા. અન્નુ કપૂરે બિગ બી સાથે ફિલ્મ 'કાલા પથ્થર'થી કરિયરની શરૂઆત કરી હતી. 40થી વધુ વર્ષની કરિયરમાં અન્નુ કપૂર એક્ટર, પ્રોડ્યૂસર, ડિરેક્ટર, સિંગર તથા હોસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમને બેવાર નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે
આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ હિંદી રીમેક છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મમાં કરીના કપૂર, મોના સિંહ, નાગ ચૈતન્ય પણ છે.