તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિગ બીના મનની વાત:કોરોનાકાળમાં લોકોએ મદદ ના કરી હોવાનો આક્ષેપ કરીને ગાળો આપી, અમિતાભે દાન આપ્યાની આખી યાદી શૅર કરી

મુંબઈ3 મહિનો પહેલા
 • અમિતાભ રોજેરોજ પરિવાર તથા તેમના પર કરવામાં આવતી ટિપ્પણીથી નારાજ હતા
 • 15 કરોડની મદદ કરી હોવાની વાત કરી

અમિતાભ બચ્ચન પોતાની ટીકાથી ઘણાં જ નારાજ છે. કોવિડ 19 દરમિયાન અમિતાભ બચ્ચને ડોનેશનની યાદી શૅર કરી છે. તેમણે અનેક સંસ્થા, હોસ્પિટલમાં દાન આપ્યું છે. આ લિસ્ટ શૅર કરતાં સમયે તેમને ઘણી જ શરમ આવે છે, પરંતુ આમ કરવા પાછળનું મોટું કારણ પણ બતાવ્યું છે. બિગ બીએ કહ્યું હતું કે તેમને રોજ મળતી ગાળો તથા અપમાનજનક ટિપ્પણીઓની ગંદકીનો સામનો કરવાને બદલે આ લિસ્ટ પહેલાં જ શૅર કરી દેવાની જરૂર હતી. અમિતાભે કહ્યું હતું કે તેમણે 15 કરોડ જેટલી રકમ ડોનેટ કરી છે.

પુલવામા શહીદોના પરિવારને બિગ બીએ ચેક આપ્યા હતા
પુલવામા શહીદોના પરિવારને બિગ બીએ ચેક આપ્યા હતા

અમિતાભે પોતાના બ્લોગમા દિલ્હીમાં એક કોવિડ કૅર ફેસિટિલટીને આપેલા 2 કરોડ રૂપિયાના ડોનેશનનો પણ ઉલ્લેખ કર્યો છે.

બિગ બીએ કહ્યું- હા, હું ચેરિટી કરું છું, પરંતુ કહેતો નથી
અમિતાભે કહ્યું હતું, 'હા હું ચેરિટી કરું છું, પરંતુ ક્યારેય આ વાત કોઈને કહેવી જરૂરી લાગી નહીં. આ બહુ જ શરમજનક છે. પરંતુ મારા માટે આજે આ વાત બતાવવી પ્રાસંગિક બની ગઈ છે. રોજ ગાળો, ભદ્દી કમેન્ટની ગંદકી પર મારું તથા મારા પરિવારનું ક્યારેય ધ્યાન ગયું નહોતું. સમજદારી આ જ છે કે આ તો થતું રહે છે. આથી તમારું કામ કરતા રહો. કોઈને કહો નહીં, માત્ર મેળવનારને ખબર હતી અને વાત ત્યાં જ પૂરી થઈ જતી હતી.'

બિગ બીએ ખેડૂતોની બાકી લોન ચૂકવી હતી તે સમયની તસવીર
બિગ બીએ ખેડૂતોની બાકી લોન ચૂકવી હતી તે સમયની તસવીર

અમિતાભે પોતાના ચેરિટી વર્કનું લિસ્ટ શૅર કર્યું છે

 • આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશના 1500થી વધુ ખેડૂતોની બેંક લોન મેં ચૂકવી અને તેમને આત્મહત્યા કરતાં બચાવ્યા. 300થી વધુ લોકો આવી શક્યા નહીં, 50 લોકો માટે ટ્રેનનો કોચ બુક કરાવ્યો. તેમને મુંબઈ બોલાવ્યા, બસ મોકલી, મુંબઈ દર્શન કરાવ્યા, ઘરે બોલાવીને જમાડ્યા તથા લોન કેન્સલના સર્ટિફિકેટ આપ્યા અને તેમને મારા ખર્ચે જ ઘરે મોકલ્યા.
 • વીર શહીદ જવાનોની યાદી મગાવવામાં આવી અને તેમના પરિવાર, પત્ની તથા તેમના બાળકો, કેટલીક ગર્ભવતી શહીદ વિધવાઓને જરૂર પ્રમાણે મદદ કરી. પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને જનક બંગલે બોલાવ્યા. અભિષેક-શ્વેતાના હાથે મદદ આપી.
 • ગયા વર્ષે કોરોના દરમિયાન ચાર લાખ રોજમદાર શ્રમિકોને એક મહિનાનું કરિયાણું આપ્યું. શહેરમાં પાંચ હજાર લોકોને રોજ બે ટાઈમ ભોજન આપ્યું. ફ્રન્ટ લાઈન વૉરિયર્સ તથા હોસ્પિટલ્સને હજારો માસ્ક, PPE કિટ, સેનિટાઈઝર આપ્યા. મારા અંગત ફંડમાંથી શિખ સમુદાયને ડોનેશન આપ્યું. આ સમુદાયે શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવામાં મદદ કરી હતી. આ બસને ચલાવનારા મોટાભાગના ડ્રાઈવર શિખ હતા.
 • શ્રમિકો જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે અનેકની પાસે પગમાં ચંપલ નહોતા. અનેક લોકોને ચંપલ આપ્યા. ઉત્તર પ્રદેશ-બિહારના અનેક જિલ્લા માટે 30 બસો બુક કરી. પૂરી યાત્રા દરમિયાન ભોજન-પાણી આપ્યું.
 • મુંબઈથી ઉત્તર પ્રદેશ જતી આખી ટ્રેન બુક કરી, જેમાં 2800 પ્રવાસીઓને મોકલ્યા. તે તમામને મારા ખર્ચે મોક્યા. જ્યારે રાજ્યોએ ટ્રેન કેન્સલ કરી તો તરત જ 3 ચાર્ટર ઈન્ડિગો પ્લેનના માધ્યમથી પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન તથા જમ્મુ કાશ્મીર મોકલ્યા.
 • જેવો વાઈરસનો પ્રકોપ વધ્યો એટલે બંગલા સાહિબ ગુરુદ્વારાને એક આખું ડાયગ્નોસ્ટિક સેન્ટર આપ્યું. મારા નાના-નાની તથા માતાની યાદમાં MRI તથા સોનોગ્રાફી મશીન આપ્યું.
 • 450 બેડનું એક કેર સેન્ટર સેટ અપ માટે રકાબગંજ ગુરુદ્વારામાં ડોનેશન આપ્યું. ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. દિલ્હીમાં જરૂર વધારે છે તો ત્યાં અને થોડાંક મુંબઈમાં. 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પોલેન્ડથી 15 મે સુધીમાં આવી જશે. બાકી 150 અમેરિકાથી આવશે. ઓર્ડર કરવામાં આવ્યા છે. કેટલાંક હોસ્પિટલને પણ મોકલવામાં આવ્યા છે.
 • BMCને વેન્ટિલેટર્સની જરૂર હતી તો મેં 20 મગાવ્યા, 10 આવી ગયા છે. જુહૂ લોકેશનમાં 50 બેડની હોસ્પિટલ બની રહી છે, તો તેના સેટઅપ માટે ડોનેશન આપ્યું. નાણાવટી હોસ્પિટલને ગયા અઠવાડિયે 3 કોવિડ ડિટેક્શન મશીન ડોનેટ કર્યા.
 • શહાની ઝૂંપડપટ્ટી તથા ગરીબ વસ્તીના હજારો લોકોને ભોજન મોકલી રહ્યો છું. બે બાળકોને દત્તક લીધા છે. આ બંને બાળકોના પેરેન્ટ્સ કોરોનામાં ગુજરી ગયા હતા. આ બંને બાળકોને હૈદરાબાદના અનાથાશ્રમમાં મોકલ્યા છે. તેમનો અભ્યાસનો ખર્ચ હું ઉઠાવી રહ્યો છું. ધોરણ 10 બાદ જો તેઓ સ્કોલર રહ્યાં તો આગળનો ખર્ચ પણ હું જ ઉઠાવીશ.
 • વખાણ નહીં, તેનું અનુસરણ કરો. જો કોઈ આ પ્રકારની નાની પણ મદદ કરે છે તો મુશ્કેલ પરિસ્થિતિ થોડી સુધરવાની શરૂ થશે. ચારે બાજુ દુઃખ જોઈને કંઈ ના કરવાની અસમર્થતા દર્દનાક છે. જોકે, આપણે લડીશું અને આપણે જીતીશું પણ. તો ભગવાન મારી મદદ કરો.