અમિતાભ બચ્ચન કોરોના પીડિતોની મદદ કરી રહ્યાં છે, પરંતુ તેમણે કોઈને આ વાત કહી નહોતી. જ્યારે સોશિયલ મીડિયામાં તેમને બહુ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યા ત્યારે તેમણે બ્લોગ પર કઈ કઈ જગ્યાએ મદદ કરી તેનું લિસ્ટ શૅર કર્યું હતું. હવે બિગ બીએ એ વાત જાહેર કરી છે કે કોરોના માટે તેઓ વ્યક્તિગત યોગદાન આપે છે. આ યોગદાન ફંડરેઝર્સની મદદથી મેળવલી રકમ જેટલું હોય છે.
કેમ્પેનમાં વોઈરસ ઓવર કર્યું છે, માગ્યું નથી
અમિતાભે પોતાના બ્લોગમાં કહ્યું હતું કે તે ફંડરેઝર્સથી દૂર રહે છે, કારણ કે તેમને બીજાને ફંડ માટે કહેવું બહુ જ શરમજનક લાગે છે. ચાહકોને એ વાતની નવાઈ લાગે છે કે આટલી મદદ કર્યા બાદ પણ તેમણે ફંડરેઝર કેમ શરૂ કર્યું નથી. આ અંગે બચ્ચન કહ્યું હતું, 'બની શકે કે મેં કોઈ ઈવેન્ટમાં વોઈસ ઓવર તરીકે ભાગ લીધો હોય, પરંતુ સીધી રીતે આપવાનું અથવા યોગદાન કરવા માટે કહ્યું નથી. જો અજાણતા આવી ઘટના બની હોય તો હું માફી માગું છું.'
મેં ક્યારેય પૂછ્યું નથી, બસ આપ્યું છેઃ બિગ બી
પોતાના બ્લોગમાં અમિતાભે કહ્યું હતું, 'મારા વખાણ થાય તે માટે મેં જે પણ કર્યું તેની માહિતી આપી નહોતી. મેં એટલા માટે માહિતી આપી હતી કે તમામને એ વાતથી રાહત રહે કે ધનનો ઉપયોગ ક્યા થઈ રહ્યો છે અને તેનાથી શું ફાયદો થયો, કારણ કે મેં ક્યારેય પૂછ્યું નથી, મેં આપ્યું છે.' તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને ડોનેટ કરેલા પૈસા ઘણીવાર ફંડરેઝર અમાઉન્ટની બરોબર હોય છે.
અમિતાભના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર', 'ઝુંડ', 'ગુડબાય', 'મેડે' છે. તેઓ ઘણી બ્રાન્ડ એન્ડોર્સ પણ કરી રહ્યાં છે. હાલમાં જ 'કૌન બનેગા કરોડપતિ'ની 13મી સિઝનના રજિસ્ટ્રેશન શરૂ થયા છે, આ શોને અમિતાભ હોસ્ટ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.