તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ખિલાડીઓ કા ખિલાડી'ના 25 વર્ષ:અક્ષય કુમારની ચોખવટ, ફિલ્મમાં અંડરટેકર સામે નહીં, પણ બ્રાયન લી સામે લડ્યો હતો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
WWE ચેમ્પિયન અંડરટેકરે રેસલિંગમાંથી ગયા વર્ષે સંન્યાસ લીધો હતો - Divya Bhaskar
WWE ચેમ્પિયન અંડરટેકરે રેસલિંગમાંથી ગયા વર્ષે સંન્યાસ લીધો હતો

અક્ષય કુમારની ફિલ્મ 'ખિલાડીઓ કા ખિલાડી'ને 25 વર્ષ પૂરા થયા છે. આ દરમિયાન એક મીમ સો.મીડિયામાં વાઇરલ થયું છે.1996માં આવેલી આ ફિલ્મ અક્ષય કુમારની 'ખિલાડી' સિરીઝની ચોથી ફિલ્મ હતી. આ ફિલ્મમાં WWF રેસલર્સ ક્રશ તથા બ્રાયન લી જોવા મળ્યા હતા. બ્રાયનને 'અંડરટેકર ઈન્પર્સનેટર'નું ટૅગ મળ્યું હતું.

બ્રાયનને ઉઠાવવા જતાં અક્ષય કુમારને ઈજા થઈ હતી
આ મીમમાં બતાવવામાં આવ્યું હતું કે અક્ષય કુમાર એ ગણ્યાગાંઠ્યા લોકોમાં સામેલ છે, જેમણે અંડરટેકરને હરાવ્યો છે. જોકે, અક્ષય કુમારે ચોખવટ કરી હતી કે તે અંડરટેકર નહોતો, પરંતુ બ્રયાન લી હતો. તેણે અંડરટેકરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મના એક સીન દરમિયાન અક્ષય કુમારે બ્રાયન લીને ઊંચક્યો હતો અને તેને પીઠમાં ઈજા થઈ હતી. તે થોડાં સમય હોસ્પિટલમાં પણ રહ્યો હતો. આ બોલિવૂડની પહેલી ફિલ્મ હતી, જેમાં કોઈ WWF રેસલર જોવા મળ્યો હતો.

અંડરટેકર તથા બ્રાયન મિત્રો હતા
IMCDના મતે, બ્રાયન 1993માં અંડરટેકરના લગ્નમાં બેસ્ટ મેન પણ હતો. ફિલ્મ માટે ટોરન્ટો કેનેડામાં તેની પાસે અંડરટેકરના આઉટફિટ હતા. આ WWE તથા WWFના કન્સર્ન વગર થયું હતું. તે સમયે ચાહકોને પણ એમ જ લાગ્યું હતું કે અંડરટેકર ફિલ્મમાં છે. જોકે, વર્ષો બાદ અંગત કારણોસર બ્રાયન તથા અંડરટેકર વચ્ચેની મિત્રતા તૂટી ગઈ હતી.