અરમાન કોહલીને જામીન મળ્યા:1 લાખ રૂપિયાના બોન્ડ ભર્યા, ડ્રગ્સ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ છે

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અરમાન કોહલીને ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા છે. તે છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ છે. NCBએ ગયા વર્ષે અરમાનના ઘરેથી 1.2 ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું. બોમ્બે હાઇકોર્ટે અરમાનને જામીનની મંજૂરી આપી છે. એક લાખ રૂપિયાના બોન્ડ ભર્યા બાદ અરમાન જેલમાંથી છૂટશે.

આ કેસમાં અન્ય લોકો કરીમ ધનાની તથા ઈમરાન અન્સારીને બહુ પહેલાં જામીન આપી દેવામાં આવ્યા હતા. અરમાને જામીન માટે અનેકવાર કોર્ટમાં અરજી કરી હતી.

શું છે કેસ?
અરમાન કોહલીની ધરપકડ ગયા વર્ષે 28 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. તેણે ચાર સપ્ટેમ્બર, 2021ના રોજ પહેલીવાર એસ્પ્લેનેડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પછી 14 ઓક્ટોબરે મુંબઈની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. NCBએ સૌ પહેલા અજય રાજુ સિંહની ગેરકાયદેસર રીતે ડ્રગ્સ તસ્કરીમાં ધરપકડ કરી હતી. પછી તેણે કહ્યું હતું કે અરમાન કોહલીને અનેકવાર ડ્રગ્સ વેચ્યું છે. એજન્સીએ દરોડા પાડ્યા બાદ ઘરમાંથી 1.2 ગ્રામ કોકેન મળ્યું હતું.

આ પહેલાં મારપીટમાં ધરપકડ થઈ હતી
અરમાનની ‘બિગ બોસ 7’ શો દરમિયાન પણ ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે આ જ સોફિયા હયાતે તેની વિરુદ્ધ મોપ (લાકડીવાળા ઝાડુ)થી મારવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, શરૂઆતમાં તેના પર સાંતાક્રૂઝ પોલીસે મારપીટ કરવાનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ લોનાવલા સિટી પોલીસે તેના પર જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. થોડા દિવસ બાદ અરમાન જામીન પર છૂટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...