તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમિરના ડિવોર્સ:કિરણ રાવ સાથે લગ્ન કરવા મિસ્ટર પર્ફેક્શનિસ્ટે પહેલી પત્નીને 50 કરોડ રૂપિયા ભરણપોષણના આપ્યા હતા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમિર ખાને 2002માં પહેલી પત્ની રીના દત્તાથી ડિવોર્સ લીધા હતા
  • ભરણ પોષણ માટે આમિરે પહેલી પત્નીને મસમોટી રકમ ચૂકવી હતી
  • બીજા લગ્નના 15 વર્ષ બાદ આમિરે ડિવોર્સ લીધા

આમિર ખાને લગ્નના 15 વર્ષ બાદ બીજી પત્ની કિરણ રાવથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ચાહકો માટે આ સમાચાર આઘાતજનક હતા. બંનેએ મીડિયા સ્ટેટમેન્ટ રિલીઝ કરીને સેપરેટ થયા હોવાની વાત કરી હતી. બંનેએ કહ્યું હતું કે તેઓ દીકરા આઝાદનો ઉછેર સાથે મળીને કરશે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે આમિર ખાન બીજા ડિવોર્સ બાદ પત્ની કિરણ રાવને કેટલી રકમ ભરણપોષણ માટે આપશે. આમિરના પહેલાં છૂટાછેડા બોલિવૂડના મોંઘા ડિવોર્સમાંથી એક છે.

પહેલી પત્નીને 2002માં ડિવોર્સ આપ્યા હતા
આમિર ખાન અને રીનાએ વર્ષ 2002માં 16 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો હતો. બંનેએ કહ્યું હતું કે તેમના ડિવોર્સ બંનેના પરિવાર માટે આઘાતજનક રહ્યાં હતાં. ડિવોર્સ બાદ પણ આમિર તથા રીના વચ્ચે સારા સંબંધો છે. આટલું જ નહીં રીના તથા કિરણ વચ્ચે પણ સારું બને છે.

ફિલ્મ 'લગાન'માં રીના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર હતી
ફિલ્મ 'લગાન'માં રીના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર હતી

પહેલી પત્નીને 50 કરોડ આપ્યા
ડિવોર્સ સમયે આમિરે પોતાની પહેલી પત્ની રીનાને ભરણપોષણના 50 કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા હતી. આ ડિવોર્સ તે સમયે બોલિવૂડના સૌથી મોંઘા ડિવોર્સમાંથી એક હતા.

આમિર-રીનાના લવમેરેજ
ઉલ્લેખનીય છે કે આમિર ખાન એક સમયે રીનાના ગળાડૂબ પ્રેમમાં હતો, પરંતુ તે સમયે રીનાએ આમિરને કોઈ ભાવ આપ્યો નહોતો. રીનાનું દિલ જીતવા માટે આમિરે પોતાના લોહીથી લવ લેટર લખ્યો હતો. એક્ટરે એક ઇન્ટરવ્યૂમાં આ વાત સ્વીકારી હતી અને કહ્યું હતું કે પ્રેમમાં આ બધું જ વાજબી છે.

'પાની ફાઉન્ડેશન'માં કિરણ તથા રીના સાથે કામ કરી રહ્યાં છે
'પાની ફાઉન્ડેશન'માં કિરણ તથા રીના સાથે કામ કરી રહ્યાં છે

ધર્મ ક્યારે બંનેના પ્રેમની આડે નથી આવ્યો
રીના હિન્દુ અને આમિર મુસ્લિમ હતો, પરંતુ ધર્મ ક્યારે બંનેના પ્રેમની આડે આવ્યો નહોતો. જ્યારે બંનેએ લગ્ન કર્યા ત્યારે આમિર 21 વર્ષનો હતો અને રીના 19 વર્ષની હતી. બંનેએ 18 એપ્રિલ 1986ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ ઘરે ગયા અને લગ્નને સીક્રેટ રાખ્યા હતા, કેમ કે ત્યારે આમિર કમાતો નહોતો અને રીના અભ્યાસ કરી રહી હતી.

આમિર-રીના બંને સંતાનો સાથે
આમિર-રીના બંને સંતાનો સાથે

બંનેને એક દીકરો એક દીકરી
રીના તથા આમિરને દીકરો જુનૈદ તથા દીકરી આઈરા છે. દીકરો જુનૈદ યશરાજ બેનરની ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે આઈરાએ નાટક 'યુરિપાઈડ્સ મેડિયા' ડિરેક્ટ કર્યું હતું. આ નાટકમાં હેઝલ કીચે કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...